સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ કોર્પોરેશને વોર્ડ નં. ૯ – ૧૦માં ખાણીપીણીના ધંધાર્થીઓને નોટીસ આપવામાં આવી

રાજકોટ કોર્પોરેશનની વન વીક, વન રોડમાં આજે વોર્ડ નં.૯ તથા ૧૦માં ખાણીપીણીના બે ડઝન જેટલા ધંધાર્થીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં પાંચ કિલો વાસી ગ્રેવી અને શાકભાજી, એકસપાયરી થયેલી ચીકી અને બિનઆરોગ્યપ્રદ રીતે રાખવામાં આવેલી ત્રણ કિલો કેન્ડીનો નાશ કરાયો હતો. સબ્જીના નમુના લઇ ધંધાર્થીઓને નોટીસ પણ ફટકારવામાં આવી છે.આ સંયુકત ઝુંબેશમાં ફાયર શાખાએ કરેલા ચેકીંગમાં રેસ્ટોરન્ટથી માંડી પેટ્રોલ પંપમાં પણ ફાયર એનઓસી લીધેલી અને રીન્યુ થયેલી ન હોય, નોટીસ અપાયાનું બહાર આવ્યું છે.

ફૂડ વિભાગ દ્વારા કોટેચા ચોકથી કિડની હોસ્પિટલ, યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજાેનું વેચાણ કરતાં કુલ ૨૪ ધંધાર્થીઓને તપાસ કરાતા ૧૧ કિ.ગ્રા. વાસી, એક્સપાયરી થયેલા અને અખાધ્ય ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ હોમ મેઇડ ફૂડ એક્સપ્રેસમાંથી ૫ કિ.ગ્રા. વાસી ગ્રેવી અને શાક ભાજીનો સ્થળ પર નાશ કરાયો હતો. શ્રી સિઝન સ્ટોરમાંથી ૩ કિલો એક્સપાયરી થયેલ ચીકીનો જથ્થો મળતા તેનો પણ નાશ કરાયો હતો. તો રંગોલી કોલ્ડ્રિંક્સ, આઈસક્રીમમાંથી અનહાઇજિનિક રીતે સંગ્રહ કરેલ ૩ કિ.ગ્રા. આઈસક્રીમ કેન્ડી મળતા તે ફેંકી દેવાઇ હતી અને ત્રણે ધંધાર્થીને નોટીસ અપાઇ હતી. આ ઉપરાંત જે પેઢીને લાયસન્સ, સ્ટોરેજ માટે નોટીસ અપાઇ તેમાં પ્રાઈડ ડીલિસિયસ બેકરી, ધ ગ્રાન્ડ ભારત ફૂડ ઝોન, ગાયત્રી ટ્રેડિંગ અને રમણીકલાલ ગોપાલજી ગાંધીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત બાલાજી સુપર માર્કેટ,રાજેશ અનાજ ભંડાર, નવ દુર્ગા ટી સ્ટોલ, પટેલ ફરસાણ હાઉસ, ભારત ટી પાન, મનીષ પાન કોલ્ડ્રિંક્સ, પ્રગ્નેશ મેડિસિન્સ, કોઠા કચોરીવાલા, કષ્ટભંજન મેડિકલ સ્ટોર, દ્વારકાધીશ હોટેલ, મુખવાસ વર્લ્ડ વિલિયમ જાેન્સ પિઝા, લસ્સીવાલા, મારુતિ પાન કોલ્ડ્રિંક્સ, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, શ્રી રામકૃપા ડેરી ફાર્મ, મેગશનમાં પણ તપાસ કરવામાં આવી હતી. યુનિ. રોડના પંચાયત ચોક પાસે આવેલ હોમ મેઇડ ફૂડ એકસપ્રેસમાંથી તંત્રએ મિકસ સબ્જીનો નમુનો લીધો હતો તો સંત કબીર રોડ પર ગોકુલનગર-૨માં આવેલ ગોકુલ જનરલ સ્ટોરમાંથી જયશ્રી સીંગતેલનું સેમ્પલ પણ લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલ્યું છે. ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા યુનિ. રોડ પર હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગ, ૧-સ્કુલ, ૧- હોસ્પીટલ, ૨-રેસ્ટોરન્ટ, ૬-કોમર્શિયલ-૧, પેટ્રોલ પંપ-૧ કુલ ૧૦ જગ્યાએ ફાયર એનઓસી અંગે ચકાસણી કરવામાં આવી હતી જેમાં, હોટ તંદૂર, ચિલીઝ પીઝા, ઇનફિનીટી રેસ્ટોરન્ટ, એચ.પી. ઓટો સેન્ટર પેટ્રોલ પમ્પને ફાયર એન.ઓ.સી. નોટીસ આપવામાં આવેલ છે.

Related Posts