ભારતભ્રમણમાં નીકળેલા વડોદરા શહેરના ડો રાહુલ ભાગવત દંપતિ સુલેમાનભાઈ દલની મુલાકાતે

ખાસકરીને વાઈલ્ડ લાઈફ અને વિવિધ પ્રકારના પ્રાકૃતિક સ્વરૂપને તલસ્પર્શી રીતે અભ્યાસ કરવા તથા લોકોને આ સંદર્ભે રસપ્રદ માહિતી પીરસી લોક જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે ભારતભરમાં ભ્રમણમાં નીકળેલા વડોદરા શહેરના ડો રાહુલ ભાગવત દંપતિ ચલાલા ખાતે સુલેમાનભાઈ દલની મુલાકાત લીધી.
ધારી તાલુકાના ચલાલા ગામે પણ ડો. રાહુલ ભાગવતે સૌરાષ્ટ્રના ખ્યાતનામ રેડિયો પ્રેમી અને જેની ગણના રેડિયો મ્યુઝિયમ તરીકે થાય છે તેવા સુલેમાનભાઈ દલના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી. એવી વેળાએ ચલાલાના પ્રકૃતિ પ્રેમી અને સામાજિક કાર્યકર મિતેશભાઈ ભટ્ટે પણ ડો. રાહુલ ભાગવત દંપતિ સાથે પર્યાવરણ અને પ્રકૃતિ સંવર્ધન સંદર્ભે વિચાર ગોષ્ઠી કરી હતી અને મિતેશભાઈએ તેમના આ વાઈલ્ડ લાઈફ અને પ્રકૃતિ જતન અંગેના પ્રચાર અભિયાનને બિરદાવેલ
આ પ્રસંગે રેડિયો મ્યુઝીયમ તરીકે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા સુલેમાનભાઈ દલે પણ ડો. રાહુલ દંપતિ સાથે તેમના રેડિયો સંગ્રહના શોખ વિશે વિસ્ત્તૃત ચર્ચા કરી હતી આમ જોઈએ તો ડો. પોતે સંગીત ક્ષેત્રે પણ સંકળાયેલા હોય સુલેમાનભાઈના રેડિયો સંગ્રહના શોખથી ખૂબ પ્રભાવિત થયા હતા. સુલેમાનભાઈ દલ પોતે પણ કલાપ્રેમી સાથે પ્રકૃતિ પ્રેમી છે અને સાથે સાથે વિવિધ વૃક્ષોની તલસ્પર્શી જાણકારી પણ ધરાવે છે..એટલે આમ ગણો તો પ્રકૃતિનાં સાંનિધ્યમાં પ્રકૃતિની વાતો પણ પેટભરીને થાય એ સ્વાભાવિક છે.
Recent Comments