અમરેલી

આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સાયક્લોથોન સાયકલ રેલી યોજાઈ

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે જિલ્લાના તમામ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સામાન્ય માનવીની આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી સાયક્લોથોન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બિનચેપી રોગોથી મુક્તિના સંદેશ સાથે યોજવામાં આવેલી.

આ સાયકલ રેલીમાં સમગ્ર જિલ્લાના ૨૧૬ આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૪,૧૦૦થી વધુ લોકો જોડાયા હતા. આ ઉપરાંત ૨૦૮ જેટલા અમરેલી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પણ જોડાયા હતા. જિલ્લા આરોગ્ય સમિતિ, જિ.પં.અમરેલીના ચેરમેનશ્રી, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, હેલ્થ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, ખાનગી ડોક્ટર્સ સહિતનાએ ભાગ લીધો હતો, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts