fbpx
રાષ્ટ્રીય

કેરળ હાઈકોર્ટે એક પરિવારની અરજી પર પોતાનો ર્નિણય આપ્યો.

કેરળ હાઈકોર્ટે મંગળવારે પોતાના એક આદેશમાં કહ્યું કે પત્નીના નામ પર લોકરમાં રાખવામાં આવેલા સોનાના ઘરેણાને પતિ કે પતિના પરિવારને આપી શકાય નહીં. અને છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન તેની વસૂલી પણ કરી શકાય નહીં. કેરળ હાઈકોર્ટે એક પરિવારની અરજી પર પોતાનો ર્નિણય આપ્યો. અરજીમાં દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે પોતાના પતિને લગ્ન સમયે પૈસા અને ઘરેણા આપ્યા હતા. અને અરજીમાં શું હતું? તે પણ જાણો..

અરજી કરનાર પત્નીએ જણાવ્યું કે તેના લગ્ન ૨૦૦૨માં થયા હતા. પત્નીએ કહ્યું કે સગાઈના દિવસે તેના પતિને ૫ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. જ્યારે લગ્નના સમયે ૧૦૦ તોલા સોનાના ઘરેણા આપવામાં આવ્યા હતા. સાથે જ પત્નીના નામ પર લોકર બુક કરવા માટે ૧ લાખ રૂપિયા પણ પતિને આપવામાં આવ્યા હતા. મહિલાએ દાવો કર્યો કે મારા પિતાએ પતિને ૨ લાખ રૂપિયા આપ્યા જેથી તે મારા નામ પર પોતાનું ઘર ખરીદી શકે. કેરળ હાઈકોર્ટની એક પીઠ જેમા ન્યાયમૂર્તિ અનિલ કે નરેન્દ્રન અને ન્યાયમૂર્તિ પી જી અજિત કુમારનો સમાવેશ થતો હતો.

તેમણે કહ્યું કે આ વાતના પૂરવા પૂરવાના અભાવમાં લગ્નના સમયે પત્નીને આપવામાં આવેલ સોનાના ઘરેણા તેના પતિ કે સાસરી પક્ષને સોંપવામાં આવ્યા હતા. તો આ કાયદા અંતર્ગત તેને દહેજ રોકથામ અધિનિયમ ૧૯૬૧ અંતર્ગત પાછા મેળવવા શક્ય નહીં બને. શું છે દહેજ નિષેધ અધિનિયમની કલમ ૭?.. જાણો.. હાઈકોર્ટની સામે જે મુખ્ય સવાલ સામે આવ્યો અને તે હતો દહેજના પૈસા અને સોનાના ઘરેણાને પાછા લઈ શકાય કે નહીં. આવું એટલા માટે કેમ કે ૧૯૬૧ના દહેજ નિષેધ અધિનિયમની કલમ ૭ કહે છે કે દહેજ દેવું કે પ્રાપ્ત કરવું ગેરકાયદેસર છે.

કોર્ટે પહેલાં આ સવાલ પર વિચાર કર્યો કે શું દહેજના રૂપમાં આપવામાં આવેલ પૈસા કે સોનાના ઘરેણાની વસૂલી માટે ડિક્રી માગી શકાય છે. કેમ કે કાયદા દ્વારા નિષેધ હોવાથી આવી લેવડ-દેવડ શૂન્ય હશે. દહેજ નિષેધ અધિનિયમની કલમ ૭ પ્રમાણે દહેજ લેવું કે આપવું પ્રતિબંધિત છે. અધિનિયમની કલમ ૬ પ્રમાણે દહેજ લેનારાની જવાબદારી છે કે તે તેને લાભાર્થીને પરત કરી શકે. કોર્ટે જાેયું કે અધિનિયમની કલમ ૬નો ઉદ્દેશ્ય મહિલાને દહેજમાં સંબંધિત વ્યક્તિને સોંપવામાં આવેલ ઘન કે આભૂષણોની વસૂલી માટે સક્ષમ બનાવવાનો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/