SBI બેંકના ગ્રાહકોને ઝટકો લાગી શકે! વધુ મોંઘી થશે તમામ લોન, વધી જશે EMI
SBI બેંકના ગ્રાહકોને ઝટકો લાગી શકે છે. દેશની સૌવથી મોટી પબ્લિક સેક્ટર બેંક EMI સ્ઝ્રન્ઇ રેટમાં ૧૦ અંકોનો વધારો કર્યો છે, એટલે કે ૦.૧૦ ટકા વધારી દીધો છે. જેને લીધે હોમ, પર્સનલ, કાર એમ તમામ લોન મોંઘી થઇ જશે. આરબીઆઇની વેબસાઈટ મુજબ આ નવા દરો ૧૫ ફેબ્રુઆરી એટલે કે આજથી લાગુ થશે. નવા દરો આ રીતે છે?.. બેંકે કહ્યું કે સ્ઝ્રન્ઇ દરમાં ૭.૮૫ ટકા થી ૧૦ બીપીએસ વધારીને ૭.૯૫ ટકા કરવામાં આવ્યો છે. જયારે ૧ મહિનાનો એમસીએલઆર રેટ ૮.૦ ટકા થી ૧૦ બીપીએસ વધીને ૮.૧૦ ટકા કરવામાં આવ્યો છે.
ત્રણ મહિનાનો એમસીએલઆર જાન્યુઆરીથી ૮.૦ ટકા થી વધારીને ૮.૧૦ ટકા કરવામાં આવ્યો છે. ૬ મહિનાનો સ્ઝ્રન્ઇ પણ ૮.૩૦ ટકા થી રિવાઇઝ કરીને ૮.૪૦ ટકા કરી દેવામાં આવ્યો છે. બેંક ૧ વર્ષની મેચ્યોરિટી પર નવા દર ૮.૪૦ થી વધારીને ૮.૫૦ કરશે. ૨ વર્ષની મેચ્યોરિટી પર સ્ઝ્રન્ઇ ૮.૫૦ થી વધારીને ૮.૬૦ કરવામાં આવશે. જયારે ૩ વર્ષ માટે વાત કરીએ તો આ દર ૮.૬૦ ટકા થી વધારીને ૮.૭૦ ટકા કરી દેવામાં આવશે. શું હોય છે સ્ઝ્રન્ઇ? જાણો?..
બેસિક લોનના દર કે જેના પર બેંક ગ્રાહકોને લોન આપે છે. બેંક તેનાથી ઓછા દરે લોન ન આપી શકે. સ્ઝ્રન્ઇને ફંડ આધારિત ઉધાર દર અથવા સીમાંત ખર્ચથી ઓળખાય છે. દરેક પ્રકારની લોનમાં વ્યાજદર નક્કી કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે ૨૦૧૬માં સ્ઝ્રન્ઇ બનાવ્યું હતું. મોંઘવારી પર કાબુ મેળવવા માટે આરબીઆઇએ ૮ ફેબ્રુઆરી ૨૦૨૩ એ રેપોરેટમાં ફરી વધારો કર્યો છે. મે ૨૦૨૨ થી અત્યાર સુધીમાં રેપો રેટ ૨.૫૦ ટકા વધારવામાં આવ્યો છે.
Recent Comments