ગાંધીનગરની પંચતારક લીલા હોટલ ફરીવાર વિવાદોમાં સપડાઈ છે. ગઈકાલે લીલા હોટલના પાર્કિંગ સ્લોટમાં આવેલા ખુલ્લા કુવામાં કચરો વીણવા ઉતરેલી શ્રમ જીવી યુવતી ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે હોટલનાં સીસીટીવી ચેક કરતાં યુવતી સાંજના સમયે કૂવામાં ઉતર્યા પછી બહાર નહીં આવી હોવાનું ફલિત થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જાે કે અંધારું થઈ જતાં આજે ફરીવાર જેસીબી મશીન થકી કૂવાનો કચરો હટાવીને તપાસ શરૂ કરવામાં આવતાં યુવતીની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાનૂની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.
ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઉપર આવેલી પંચ તારક “લીલા” હોટલ એકવાર ફરી વિવાદોમાં આવી છે. હોટલના બાંધકામ સમયે અકસ્માતે મોત તેમજ હોટલના કર્મચારીની લૂંટના ઈરાદે હત્યાના બનાવો ભુતકાળમાં ઘટી ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત લીલા હોટલનાં પાર્કિંગ સ્લોટમાં આવેલા ખુલ્લા કુવામાં શ્રમજીવી યુવતીનું ડૂબી જવાથી મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરની લીલા હોટલનાં પાર્કિંગ સ્લોટમાં બે ખુલ્લા કૂવા આવેલા છે. જેમાં હોટલ દ્વારા કચરો ઠાલવવામાં આવે છે. જેથી અહીં આસપાસની ઝૂંપડપટ્ટીનાં શ્રમ જીવી લોકો છાશવારે કચરો વીણતા રહે છે.
ગઈકાલે સાંજના સેકટર – ૧૪ છાપરાંમાં રહેતી ૨૩ વર્ષીય ભારતી ભરતભાઈ વાઘેલા કચરો વીણવા માટે ગઈ હતી. અંદાજીત પચાસ ફૂટ પહોળા અને વીસેક ફૂટ સુધી પાણી ભરેલા કુવામાં થર્મોકોલનાં બોક્સ સહિતનો કચરો નાખવામાં આવેલ હોવાથી કુવામાં પાણી હોવાનો અંદાજ જલ્દી આવી શકે એમ નથી. આ બાબતથી અજાણ ભારતી કચરો વીણવા માટે કુવામાં ઉતરી હતી. અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જે મોડે સુધી ઘરે પરત નહીં ફરતા તેનો ભાઈ સુરેશ વાઘેલા સહિતના લોકો શોધખોળ કરતાં કૂવા પાસે પહોંચ્યા હતા. જ્યાં બહારની સાઈડ કોથળો પડ્યો હતો.
બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ઈન્ચાર્જ સબ ફાયર ઓફિસર ગૌતમ પટેલ, રાજેશ પટેલ, ફાયર મેન તેજસ પટેલ અને નૈમેષ પંચાસરા સહિતનો સ્ટાફ લીલા હોટલ દોડી ગયો હતો. જાે કે કુવામાં ભારતી ડૂબી હોવાનું કનફર્મ થતું ન હતું. જેથી સબ ફાયર ઓફિસર રાજેશ પટેલ હોટલ લીલાનાં સીસીટીવી કેમેરા ચેક કરવા માટે ગયા હતા. પરંતુ હોટલ પ્રશાસને શરૂઆતમાં કેમેરા ચેક કરવાની ઘસીને ના પાડી દેવામાં આવી હતી. બાદમાં રાજેશ પટેલે કેમેરા ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી નાં ફુટેજ ચેક કર્યા હતા. જેમાં ગઈકાલે સાંજના સમયે ભારતી કુવામાં ઉતરી હોવાનું જાેવા મળ્યું હતું.
પણ અંદરથી બહાર નીકળવા જાેવા મળી ન હતી. આમ ભારતી કુવામાં હોવાનું પાકું થયું હતું. પરંતુ કુવામાં ઉપરથી થર્મોકોલનો કચરો હોવાથી તેની ઊંડાઈનો અંદાજ લગાવવો જરૂરી હતો. જેથી ફાયર ટીમે દોરડાએ બાંધીને એક મોટો પથ્થર અંદર ઉતાર્યો હતો. જે અંદાજીત વીસેક ફૂટ સુધી ઊંડે જઈને અટકી ગયો હતો. જેથી અંદાજાે આવી ગયેલો કે કુવામાં વીસેક ફૂટ પાણી સુધી ભરેલું છે. બાદમાં ગૌતમ પટેલ, તેજસ પટેલ અને નૈમેષ પંચાસરા જીવના જાેખમે કુવામાં ઉતર્યા હતા. જાે કે અંદર પુષ્કળ કચરો હોવાના કારણે ઘણી અગવડ પડી રહી હતી. એમાંય અંધારું થઈ જતાં સર્ચ ઓપરેશન બંધ કરી દેવાયું હતું.
જ્યારે આજે કોર્પોરેશનમાંથી જેસીબી મશીન સહિતના વાહનો મંગાવીને કૂવામાંથી કચરો બહાર કાઢવાની કામગીરી શરૂ કરાઈ હતી. અને જેસીબીથી કચરો બહાર કાઢતી વેળાએ ભારતીની લાશ જાેવા મળી હતી. જેને ભારે જહેમત પછી ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી હતી. આ અંગે ફાયરનાં સૂત્રોએ કહ્યું હતું કે,લીલા હોટલ ખાતે આવેલ ખુલ્લા કુવામાં થર્મોકોલ સહિતનો કચરો નાખવામાં આવેલો છે. જેથી અંદર પાણી હોવાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ભવિષ્યમાં આવી જાનહાનિ સર્જાય નહીં એ માટે તાત્કાલિક બંને જીવલેણ કૂવા પૂરી દેવા હિતાવહ છે.

















Recent Comments