મહાદેવ શિવ ભક્તો માટે આ દિવસે ખુલશે કેદારનાથ ધામના કપાટ, મળશે શિવના દર્શનનો લાભ
દેવોના દેવ મહાદેવના વિશ્વ પ્રસિદ્ધ ધામ કેદારનાથના કપાટ ખુલવાની તિથિ મહાશિવરાત્રિના દિવસે નક્કી કરી દેવામાં આવ છે. આ વખતે બાબાનું ધામ ૨૫ એપ્રિલના સવારે ૦૭ને ૧૦ મીનિટે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આ જાણકારી કેદારનાથ મંદિરના અધ્યક્ષ અજેન્દ્ર અજય દ્વારા કરવામા આવી છે. અહીં ઉલ્લેખનિય છે કે કપાટ ખોલવાની તારીખ મહાશિવરાત્રિના દિવસે લેવામાં આવી છે. જાે કે, તૈયારીઓ અત્યારથી શરુ કરી દેવામાં આવી છે. કેદારનાથના બરાબર એક દિવસ પછી બદરીનાથ ધામના કપાટ પણ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવશે. બદરીનાથ કપાટ ૨૭ એપ્રિલ સવારે ૭ કલાકને ૧૦ મીનિટ પર ખુલશે. પૌરાણિક અનુષ્ઠાનો અનુસાર, કપાટને વિધિ-વિધાનની પૂજા બાદ ખોલવામાં આવસે. જાણકારી અનુસાર, ૧૧માં જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના કપાટ ખોલતા પહેલા થતી પ્રથાઓ ૨૧ એપ્રિલે જ શરુ થઈ જશે. તો વળી ઉખીમઠથી કેદારનાથ માટે રવાના થનારી શીતકાલીન ડોલી પણ ૨૧ તારીખે જ રવાના થશે. કોરોનાના પ્રકોપ બાદ ગત વર્ષે એટલે કે, ૨૦૨૨માં જ્યારે કેદારનાથના કપાટ ખુલ્યા તો, અહીં આવનારા શ્રદ્ધાળુઓએ નવો રેકોર્ડ બનાવ્યો. ૨૦૨૨માં કોરોનાકાળના પ્રતિબંધો હટ્યા બાદ ચારધામ યાત્રામાં લગભગ ૪૬ લાખ તીર્થયાત્રીઓએ દર્શનનો લ્હાવો લીધો હતો.
Recent Comments