ભાવનગરમાં શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા મજૂરો અને બાળકોને ભોજન કરાવી મહાશિવરાત્રિ પર્વ ઉજવણી કરાઇ
મહા શિવરાત્રી પર્વ પ્રસંગે શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ત્રિદિવસીય આયોજન થયું હતું, જેમાં મજુરો અને બાળકોને ભોજન અને વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં મહારુદ્રાભિષેક સાથે શિવ પૂજન વંદનામાં ભાવિકો જાેડાયા છે. વિવિધ ધાર્મિક પર્વ ઉત્સવોને માત્ર ક્રિયાકાંડ નહિ પરંતુ સામાજિક ચેતના જગાવવાના અભિગમ સાથે શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આયોજનો થતાં રહે છે. મહાશિવરાત્રી પર્વ પ્રસંગે ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મજુરો અને બાળકોને પ્રસાદ ભોજન લાભ મળ્યો છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારના સંકલન સાથે ગુરુવારે ઉમરાળા તાલુકાના માંડવા, લીમડા તથા જાળિયા અને પાલિતાણા તાલુકાના અણિડા ગામમાં બટુક ભોજન કરાવવામાં આવેલ. આશ્રમમાં અનંતભાઈ ઠાકર અને ભૂદેવો દ્વારા મહારુદ્રાભિષેક અને સોમનાથ મહાદેવની પૂજન વંદનામાં ભાવિકો જાેડાયા છે.
Recent Comments