નવસારી ભુસ્તરશાસ્ત્રીની કચેરી ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના અધિકારીઓ ઉપર વોચ રાખવા માટે મોબાઇલ ફોનમાં વોટસએપ ગ્રુપ બનાવ્યા છે. આ ગ્રુપમાં સરકારી કર્મચારીઓ ક્યાં જાય છે શું કાર્યવાહી કરે છે, તે માહિતી તાત્કાલિક સ્પ્રેડ થતી અને ભૂમાફિયાઓ જગ્યા છોડી દેતા અને માલસામાન સગેવગે થઈ હતો.વાત કેવી રીતે થાય તેની શંકા લાબા સમયથી અધિકારી કર્મચારીઓને હતી.જેનો જવાબ તેમને પોતાની કચેરી બહાર મળ્યો છે. નવસારી ભૂસ્તર વિભાગના માઇનિંગ ઓફિસર કમલેશ આલે ફરિયાદ નોંધાવી કે ભૂસ્તર વિભાગ કચેરીની બહાર સાંજે ત્રણ યુવાન માહિતી લેવા આવ્યા હતા. તેઓના હાથમાં મોબાઈલ હતા. શકદાર ૩ યુવાનોના મોબાઇલ ચેક કરતા ૫ જેટલા વોટ્સેપ ગ્રુપ મળ્યા હતા જેમાં રેડની માહિતી આપ લે થતી હતી. (૧)ય્ત્ન-૨૧.નવસારી કિંગ(૨)બોડેલી ટુ વાપી(૩)જય પુલવેરી મેલડી માં(૪)ઝ્રૈંડ્ઢ આ ગ્રુપના રેડની માહિતી લીક થતી હતી.જેમના એડનીનન ની સામે કાયદેસર પગલાં લેવામાં આવશે કબ્જે લેવાયેલા મોબોઆઈ હાલ ગ્રામ્ય પોલીસ પાસે છે જેમાંથી વધુ વિગત મળશે. ગ્રુપ દ્વારા ગેરકાયદેસર રીતે કપચી, રેતી માટી વગેરે ખનીજનું ખનન કરી, તેનું વહન કરી કરાવી,
આવી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા તત્વો ખાણ ખનીજના કર્મચારીઓના હાથે ઝડપાઇ નહીં જાય તે સારૂ સરકારની સંપત્તિ એવા ખનીજનું ગેરકાયદેસર રીતે ખનન કરી વહન કરી કરાવતા હોવાના શક સાથે ૫ વોટ્સએપ ગ્રુપના એડમીન સામે ફરિયાદ નોંધાવી હતી. ખનીજ એ રાષ્ટ્રીય સંપતિ છે તેવું જાણવા છતાં રાજય સરકારની તિજાેરીને નુકસાન પહોંચાડવાના બદઇરાદા સાથે ચેકિંગ દરમિયાન ગાડીઓ ભગાડવાનું પૂર્વનિયોજીત કાવતરૂ રચ્યાં હોવાની ફરિયાદ નોંધાવતા ગ્રમ્યા પી. આઈ. ડી.કે પટેલ તપાસ કરી રહ્યા છે. ખાણ ખનીજના કર્મચારીઓની કાયદેસરની પ્રવૃતિ અટકાવવા કાયદેસરની ચેકિંગની ફરજ કામગીરીમાં અડચણ થાય તથા ગેરકાયદેસર ખનિજ વહન કરી નિકળતા ડમ્પર, ટ્રક વાહનો ચેકિંગ દરમિયાન ઝડપાઇ નહીં જાય તે હેતુસર ખાણ ખનીજ ખાતાની સરકારી બોલેરો ગાડી (નં. ય્ત્ન-૨૧-ય્-૧૦૦૦)ની વોચ તપાસમાં રહી ગ્રુપના સભ્યો એકબીજાની સાથે વોટ્સએપ મેસેજથી ખાણ ખનીજના અધિકારી અને કર્મચારીઓનું લાઇવ લોકેશન ટેકસ્ટ તથા વોઇસ મેસેજ દ્વારા આપતા હતા.


















Recent Comments