fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર(નિશુલ્ક) ની આજરોજ મલાશિવરાત્રીનાં પાવન દિવસે જીવન સંરક્ષક લાઈફ સેવીંગ સારવારનો કર્મઠતા અને કમિટમેંન્ટ, સેવા અને સમર્પણની અનોખી દાસ્તાન દર્શાવતો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો

સાવરકુંડલા શહેરમાં આવેલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર(નિશુલ્ક)ના ઈમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એક  કિડની ફેલ્યોરનું દર્દી ખૂબ જ શ્વાસ ચડતું હોય એવી સ્થિતિમાં આવેલ.જેનું ઓક્સિજન લેવલ માત્ર ૭૦% હતું અને ખૂબ ગંભીર સ્થિતિ ( critical emergency) હતી. તેમની રેગ્યુલર સારવાર અને ડાયાલિસિસ સિવિલ હોસ્પિટલ સાવરકુંડલા તથા અમરેલીમાં થતી પરંતુ મહાશિવરાત્રી પર્વના લીધે અહીં સારવાર નહિ થાય તથા ભાવનગર જવા માટે કીધેલું.

આ દરમિયાન  લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં ડોક્ટર પ્રકાશ કટારીયા તથા ડોક્ટર સમીર સોલંકી ઈમરજન્સીમાં હાજર હતા. તે દર્દીને તાત્કાલિક ઓક્સિજન ઉપર લઈ અને જરૂરી સારવાર કરેલ ત્યારબાદ  ડાયાલીસીસ વિભાગના એચ.ઓ.ડી. વિશાલભાઈ ચૌહાણને બોલાવી આ દર્દીનું તાત્કાલિક ડાયાલિસિસ કરવા માટે કહેલ અને વિશાલભાઈએ પણ સહકાર આપી તે દર્દીનું તાત્કાલિક યોગ્ય રીતે ડાયાલિસિસ કરેલ અને ડાયાલીસીસના અંતે દર્દીની સ્થિતિમાં ઘણો સુધારો આવેલ.

 રાત્રે ૯-૦૦  વાગે દર્દીનું ઓક્સિજન લેવલ ઓક્સિજન આપ્યા વગર ૯૧% રહે છે દર્દીના સગાએ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની આવી અનેરી સેવા બદલ હોસ્પિટલનો આભાર પણ માનેલ. આ સમગ્ર સારવારનું સૌથી મોટું શ્રેય એ ડાયાલિસિસ વિભાગના વિશાલભાઈ ચૌહાણ તથા તેમની ટીમને જાય છે કારણ કે વિશાલભાઈ તથા તેમની ટીમે આજરોજ રજાના દિવસે પણ અમારા કીધા વિના ડાયાલિસિસની સેવા ચાલુ રાખેલ તેને લીધે આ દર્દીનું જીવ અમે બચાવી શક્યા જો ડાયાલિસિસ આજે બંધ હોત તો કદાચ અમે તેનું જીવ બચાવી શક્યા ન હોત. આથી આ હોસ્પિટલનાં ડાયાલિસિસ વિભાગના વિશાલભાઈ ચૌહાણ તથા તેમની ટીમની પ્રશંસા કરવી જોઈએ કે રજાના દિવસોમાં પણ સાવરકુંડલાની જનતા માટે આટલા સમર્પણ અને સેવાની ભાવનાથી ડાયાલિસિસ  વિભાગ ચાલુ રાખ્યો તે બદલ તેઓ પણ અભિનંદનના અધિકારી છે એમ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનાં એડમિનિસ્ટ્રેટર પ્રકાશભાઈ કટારીયાની યાદીમાં જણાવાયું છે  આજના મહાશિવરાત્રીના પર્વે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી સેવા નિરંતર આ હોસ્પિટલ તરફથી ભવિષ્યમાં પણ આ રીતે અપાતી રહે

Follow Me:

Related Posts