fbpx
ગુજરાત

સુરતમાં લક્ઝરી બસ શહેરમાં નહીં પ્રવેશતા ૧૦ લાખથી વધુ લોકોને અસર થઇ શકે

સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના સમયની અવધીમાં પણ ખાનગી લક્ઝરી બસો અને મોટા વ્હીકલો પ્રવેશ કરતાં હોવાની ફરિયાદ વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફિક ડીસીપીને લેખિતમાં કરી હતી. ત્યારે હવે કુમાર કાનાણીની ફરિયાદને લઇ શહેરના ખાનગી બસ ઓપરેટરો દ્વારા એક મહત્ત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં. તમામ બસ સુરત શહેરની બહાર વાલક પાટિયાથી ઊપડશે અને ખાલી પણ ત્યાં જ થશે. જેને લઇ સુરત શહેરના જુદા જુદા છેવાડે રહેતા મુસાફરી કરવા જતા ૧૦ લાખથી વધુ નાગરિકોને બસ સુધી પહોંચવા ૧૦થી ૨૦ કિમી ફરી ભારે હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે.

સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરિટેબલ એસોસિયેશન દ્વારા આજથી બે દિવસ પહેલાં ૨૧ તારીખથી શહેરમાં એક પણ બસ પ્રવેશ કરશે નહીં તે પ્રકારનો મહત્ત્વનો ર્નિણય કર્યો હતો. આ ર્નિણયને શહેરના ખાનગી બસ ઓપરેટરો મક્કમ રીતે વળગી રહ્યા છે. આવતીકાલથી સુરતમાં એક પણ બસ શહેરની અંદર પ્રવેશ કરશે નહીં અને શહેરમાં બસ ખાલી પણ થશે નહીં. અંદાજે ૪૫૦થી વધુ બસો સુરત શહેર હદ વિસ્તારની બહાર વાલક પાટિયા પાસેથી જ ભરાશે. અને વહેલી સવારે મુસાફરોને ઉતારીને ખાલી પણ ત્યાં જ કરશે. લક્ઝરી બસ ઓપરેટર એસોસિયેશનના આ પ્રકારના ર્નિણયથી સુરતથી બહાર ખાનગી બસનો ઉપયોગ કરનાર મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે.

વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા થોડા દિવસ પહેલાં હેવી વ્હીકલ અને ખાનગી બસ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરીને વરાછામાં ફરી રહી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ટ્રાફિક ડીસીપીને લેખિતમાં કરવામાં આવી હતી. ધારાસભ્યે ડીસીપીને લખેલા પત્રમાં જાહેરનામાનો ભંગ કરીને શહેરમાં ફરતી બસોને કારણે ખૂબ જ મોટી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે અને તેના કારણે શહેરની જનતાને હાલાકી થઈ રહી છે તેવા આરોપ લગાવ્યા હતા.

ધારાસભ્યની લેખિત ફરિયાદને લઈને બસ ઓપરેટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નિયમોનું પાલન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જેને લઇ કુમાર કાનાણીના આ પ્રકારના પત્ર અને ફરિયાદને કારણે શહેરના ૧૫૦થી વધુ ખાનગી બસ ઓપરેટરો એક થયા છે. અને આવતીકાલથી એટલે કે ૨૧ તારીખથી સુરત શહેરમાં એક પણ ખાનગી બસ શહેરમાં પ્રવેશ કરશે નહીં તેવો ર્નિણય કરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનરના જાહેરનામા આપવામાં આવેલી છૂટના સમયમાં પણ એક પણ લક્ઝરી બસ સુરતમાં આવશે નહીં અને ખાલી પણ થશે નહીં તેવો મક્કમ ર્નિણય કરીને તેની પર અડગ રહ્યા છે. આ સાથે ખાનગી લગ્નપ્રસંગના કાર્યક્રમોમાં પણ એક પણ લક્ઝરી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં.

સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન તરફ જતા લોકોની સંખ્યા ખૂબ જ મોટી છે. મોટી સંખ્યામાં લોકો મહારાષ્ટ્ર, રાજસ્થાન અને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત માટે ખાનગી લક્ઝરી બસનો ઉપયોગ કરે છે. આ તમામ બસ સેવાઓ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મુસાફરોને લઈને જતી હતી. પરંતુ કુમાર કાનાણીની ફરિયાદને લઇ શહેરના તમામ બસ ઓપરેટરો એક મંચ પર ભેગા થયા છે અને તમામ બસને શહેરની બહારથી જ ઉપાડવાનો અને ખાલી કરવાનો ર્નિણય કર્યો છે.

આ બધાથી એવું માનવામાં આવી રહ્યું છે કે સૌરાષ્ટ્રથી આવતા જતા લોકોને વધારે મુશ્કેલીઓ ઉભી થઇ શકે અને સૌરાષ્ટ્રના વધુ લોકોને અસર પહોંચશે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ લખેલા પત્રને ટાંકીને અને તેમની સામે રોષ ઠાલવતા બસ ઓપરેટરો દ્વારા શહેરની ૪૫૦થી વધુ એક પણ લક્ઝરી બસ સવારે વહેલી આવશે તો પણ અંદર આવશે નહીં. ધારાસભ્ય કુમાર કાનાણી જેમ કહી રહ્યા છે તે મુજબ લક્ઝરી બસો જાે સુરત શહેરની પ્રજાને નડતી હોય અને અને ટ્રાફિક તેમનાથી થતો હોય તો પછી તેમણે બહાર જ રહેવું જાેઈએ. જેથી આવતીકાલથી તમામ બસો સુરતમાં પ્રવેશ કરશે નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/