અમરેલી શહેરમાંથી એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હાઓનાં ભેદ ઉકેલવા માર્ગદર્શન આપેલ હતું .
અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એક ઇસમને ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે .
→ પકડાયેલ આરોપીઃ કાળુભાઇ નવલભાઇ દુશેરા , ઉં.વ .૪૨ , રહે.અમરેલી , સુખનાથપરા , શેરી નં . ૪ , તા.જિ.અમરેલી .
→ પકડાયેલ મુદ્દામાલઃ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાઇકલ , રજી.નંબર GJ – 03 – BP – 1150 , કિ.રૂ .૧૫,૦૦૦ /
મજકુર ઇસમને મોટર સાયકલ બાબતે પુછપરછ કરતાં આ મોટર સાયકલ અમરેલી , બહારપરા વિસ્તારમાંથી પાંચેક દિવસ પહેલા ચોરી કરેલાની કબુલાત આપેલ હોય , પકડાયેલ આરોપી તથા મળી આવેલ મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ . અજયભાઇ સોલંકી , તથા પો.કોન્સ . ઉદયભાઇ મેણીયા દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments