fbpx
અમરેલી

રાજવી કવિ કલાપી જન્મ જયંતિ 150 મા વર્ષની શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે કરાય

અમરેલી રાજવી કવિ કલાપી જન્મ જયંતિ 150 મા વર્ષની ઉજવણી આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા શ્રી સરસ્વતી વિદ્યામંદિર  લાઠી રોડ અમરેલીમા ભવ્યાતિભવ્ય આયોજન થયેલ.

મહેન્દ્રસિહ ગોહીલના અધ્યક્ષ સ્થાને તેમજ શ્રી છેલભાઈ વ્યાસના ઉદઘાટક સ્થાને આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ  લાઠીના રાજવી કવિ કલાપીની 150 મા વર્ષની ભવ્યાતિભવ્ય  ઉજવણી કરવામા આવેલ. પ્રારંભમા ટ્રસ્ટના આદરણીય પ્રમુખ શ્રી ઈતેશભાઈ મહેતાએ પધારેલા સહુને પોતાની આગવી શૈલીમા આવકાર આપી ઉજવણી વિષે વિસ્તૃત છણાવટ કરી.આજના સમારંભમા ઉપસ્થિતશ્રી શીતલ આઈસ્ક્રીમના માલીક ભુપતભાઈ ભુવા સહિત ના મહાનુભાવોનુ મોમેન્ટ પુસ્તક, પૂષ્પગુચ્છથી સ્વાગત કરાયુ (કવિ કલાપીનો સાહિત્ય વૈભવ)વિષય પ્રત્યે  બાબરા હાઈસ્કૂલ ના આચાર્ય અને મૂર્ધન્ય કવિ હરેષભાઈ વડાવીયાએ વિસ્તૃત છણાવટ કરી .

આ પ્રસંગે ગુજરાતની પ્રસિદ્ધ સંસ્થા(સમન્વય)ના 80 જેટલા સાહિત્યકારો ડૉ.સુરેશભાઈ અવૈયા (સુરત) પ્રકાશભાઈ  ભટ્ટી (ગાંધીનગર) ગોરધનભાઈ મકવાણા ડૉ.છાયાબેન (ભાવનગર),કુણાલ ભાઈ પંચાલ(ચિલ્ડ્રન યુનિવર્સિટી  ગાંધીનગર) ખાસ ઉપસ્થિત રહી શૈક્ષણિક માર્ગદર્શન આપ્યુ. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા સંચાલક વિજયભાઈ મહેતા,સમેત સમગ્ર શાળા સ્ટાફના ભાઈ બહેનોએ ખાસ જહેમત ઉઠાવી. લોકસાહિત્ય સેતુ સંસ્થાના કલાકાર સર્વશ્રી સોનલબેન સાદરાણી રમેશભાઈ જાદવ, સોનલબેન ત્રિવેદી કવિ કલાપી રચિત રચનાઓ બુલંદ રાગથી રજૂ કરતા મોમેન્ટ,પુસ્તક અર્પણ કરી ભવ્યાતિભવ્ય સન્માન કરવામા આવ્યુ. મીઠા આઈસ્કીમના સ્વાદ માણતા કાર્યક્રમ સંપન્ન થયો.

Follow Me:

Related Posts