મે.ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ , ભાવનગર રેન્જ , ભાવનગરનાઓએ બનતા ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઇસમોને તત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા હથીયાર ધારા મુજબના ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઇસમોને તત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી , આવા ઇસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચના આપેલ હોય
જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓએ હથીયાર ધારા મુજબના ગંભીર પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઇસમોને તત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી , આવા ઇસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આજરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા .
તે દરમ્યાન પ્રેટ્રોલીંગ ફરતા ફરતા મારૂતિનગરમાં વાલ્મીકીનગર પાસે પહોચતા એક ઇસમ પોતાના હાથમાં લાકડાના હાથાવાળુ હથિયાર લઇને જતો હોય તેવી શંકા લાગતા મજકુર ઇસમને ઉભો રાખી જોતા મજકુર ઇસમ પાસે રહેલ હથિયાર દેશી હાથ બનાવટની લાકડાના હાથા વાળી જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર હથિયાર ) હોય , તે ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર હથીયાર ) સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત : યાસીનભાઇ હબીબભાઇ યૌહાણ ઉ.વ .૨૩ ધંધો.મજુરી રહે.સાવરકુંડલા , જુના બસ સ્ટેશન પાસે ખાટકીવાડનુ નાકુ તા.સાવરકુંડલા જી.અમરેલી મજકુર પકડાયેલ ઇસમના કબ્જામાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક ( અગ્નિશસ્ત્ર હથીયાર ) પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ , પો.કોન્સ . જીતુભાઇ ગોબરભાઇ પો.કોન્સ . ચિંતનકુમાર કનૈયાલાલ , દ્રારા કરવામાં આવેલ છે .


















Recent Comments