ભાવનગર

મહુવામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી

મહુવામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સીગરેટ એન્ડ આધાર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ ની કલમ-૭ અંતર્ગત તમાંકુથી થતાં નુકશાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓને ૫૪૦૦૦ નો દંડ કરાયો

        આજરોજ તાલુકા હેલ્થ ઓફિસ મહુવા અને ટોબેકો કંટ્રોલ સેલ ભાવનગર ના સંયુક્ત રીતે મહુવા તાલુકામાં ગેરકાયદેસર તમાકુનુ વેચાણ કરતા હોઈ અને જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓ પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.  

        જેમા જીલ્લા ટોબેકો સેલ અધીકારી ડો.સુનીલ પટેલ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર.જી.નકુમ અને જીલ્લા ટોબેકો સેલ અને તાલુકા ટીમ દ્વારા કામગીરી કરવામા આવી હતી.

Related Posts