અમદાવાદમાં હાટેશ્વર ઓવરબ્રિજ બંધ રહેતા સ્થાનિકોએ વિરોઘ કરતાં પોલીસે ડિટેઈન કર્યા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર ઓવરબ્રિજ છેલ્લા ૬ મહિનાથી બંધ છે. ઓવરબ્રિજની રિપેરિંગની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. વડોદરા અને સુરત તરફ જવા માટે આ બ્રિજ ઉપર થઈ અને વાહનોને પસાર થવું પડે છે, પરંતુ આ બ્રિજ બંધ હોવાના કારણે નીચે થઈને જતાં ભારે ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે ઓવરબ્રિજનું બેસણું યોજીને અનોખો વિરોધ કર્યો હતો.
જાે કે, પોલીસે વિરોધ કરનાર તમામ લોકોને ડિટેઈન કરી લીધા હતા. આજે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની આ મંથરગતિના કામનો અનોખો વિરોધ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. બ્રિજનું બેસણું રાખી અને વિરોધ કરવામાં આવ્યો હતો. બ્રિજ બંધ હોવાના કારણે કેટલાક લોકોના ધંધા રોજગાર પર પણ ભારે માઠી અસર પડી રહી છે. જેથી આજે સ્થાનિક લોકોએ પણ બપોરે ૧૨ વાગ્યા સુધી ધંધા બંધ રાખીને વિરોધ કર્યો હતો. સ્થાનિક આગેવાનોએ આ રીતે વિરોધ કરવામાં આવતા સ્થાનિક પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
Recent Comments