fbpx
ગુજરાત

ગાંધીનગરની યુવતીને છાસવારે રસ્તામાં આંતરી છેડતી કરતાં રોમિયો વિરુદ્ધ ગુનો નોંધાયો

ગાંધીનગરનાં સેકટર – ૨૨માં રહી અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી યુવતીનાં એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગયેલો યુવાન છાસવારે પીછો કરીને તમે મને બહુ ગમો છો, મારે તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે કહીને છેડતી કરવામાં કરવામાં આવતી રહેતી હતી. આખરે પાંચ મહિનાથી રોમિયોનો ત્રાસ સહન કરતી યુવતીએ સેકટર – ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરના સેકટર – ૨૨ ખાતે રહેતી ૨૦ વર્ષીય યુવતી અમદાવાદ સોલામાં આવેલી કૉલેજમાં મ્.્‌ીષ્ઠર એન્જિનિયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

આજથી આશરે પાંચ માસ અગાઉ સાંજના આશરે છ વાગે યુવતી એક્ટીવા લઇ તેના નાના ભાઇને કરાટે ક્લાસમાંથી લેવા માટે સેક્ટર-૨૪ માં જતી હતી.એ વખતે આશરે ૨૦ થી ૨૫ વર્ષીય યુવક બુલેટ લઈને એક્ટિવાનો પીછો કરતો હતો. અને અચાનક એક્ટિવાની બાજુમાં જઈને એક્ટિવા ઊભું રખાવ્યું હતું. બાદમાં યુવતી ને સીધું જ ફ્રેન્ડશીપ માટે પ્રપોઝ કરી ઇન્સ્ટાગ્રામનુ આઈડી માંગ્યું હતું. જેથી યુવતીએ અજાણ્યા યુવકને ઘસીને ના પાડી ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ એક તરફી પ્રેમમાં પાગલ યુવાન અવારનવાર યુવતીનો પીછો કરી ઘર તરફ પણ આંટા ફેરા માર્યા કરતો હતો. ત્યારે ગત તા. ૭ મી ફેબ્રુઆરીએ રાતના સાડા સાતેક વાગે યુવતી ચાલતી ચાલતી પંચદેવ મંદિરે દર્શન કરી ઘરે પરત જઈ રહી હતી.

એ વખતે રોમિયો તેનો પીછો કરવા લાગ્યો હતો. આથી યુવતીએ ફોન કરીને તેના પિતાને જાણ કરતા તેઓ સામે લેવા માટે નીકળ્યા હતા. ત્યારે સેકટર – ૨૨ શોપિંગ સેન્ટર પુનિત એમ્પોરીયમ નજીક બુલેટ (ય્ત્ન૧૮ઝ્રન્૪૭૩૦) પડયું હતું. પણ યુવાન જાેવા મળ્યો ન હતો. આથી યુવતી તેના ઘર તરફ જવા નીકળી હતી. ત્યારે રોમિયો તેણીના ઘર તરફના કાચા રસ્તામાં અંધારામાં ઊભો હતો.

અને અચાનક જાેડે જઈને યુવતીનો હાથ પકડવાની કોશિશ કરી કહેવા લાગેલો કે “તમે મને બહુ ગમો છો મારે તમારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે”. જેથી યુવતીએ બુમો પાડતા તેણીના માતા-પિતા દોડીને આવી ગયા હતા. અને યુવકને પકડી લીધો હતો. જેની નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ રાકેશ મકવાણા (રહે સેકટર – ૩) હોવાનું કહી ત્યાંથી ભાગી હતો. જે મામલે સેકટર – ૨૧ પોલીસ મથકમાં અરજી પણ આપવામાં આવી હતી. છતાં બેફામ બનેલો રોમિયો હેરાન પરેશાન કરતો રહેતો હોવાથી આખરે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Follow Me:

Related Posts