ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ ભાવનગર દ્રારા જાહેરમાં ધુમ્રપાન કરતા લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તમાકું નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ હેઠળ કલમ ૪ અંતર્ગત જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ હોઈ આવું કરનારને દંડ કરીને ધુમ્રપાનથી થતાં નુકશાન અંગેની સમજ આપવામાં આવી હતી.
આજરોજ ટોબેકો કંટ્રોલ સેલ ભાવનગર, સર ટી હોસ્પિટલ ના સંયુક્ત રીતે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં જાહેરમાં ધુમ્રપાન કરનાર લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ વ્યક્તિઓ ને રેડમાં જાહેરમાં ધુમ્રપાન કરતાં પકડી પાડીને રૂ. ૫૬૭૬ નો દંડ કરવામાં આવ્યો હતો.
જેમા જિલ્લા તમાકુ નિયંત્રણ અધિકારી ભાવનગર ડો સુનીલ પટેલ, આર. એમ. ઓ. શ્રી સર ટી હોસ્પિટલ ડો. લલિતાબેન, એ.એચ.એ.શ્રી ગિરિરાજભાઇ તથા ટોબેકો કાઉન્સિલર હેતલ બેન દ્વારા કામગીરી કરવામા આવી હતી.
Recent Comments