વલસાડના વાપી GIDCમાં જુગાર રમતા ૩ ડ્રાઇવર સહિત ૫ ઝડપાયા
વાપી જીઆઇડીસી પોલીસે મળેલી બાતમીના આધારે એક કંપનીની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૫ ઇસમોને પકડી પાડી તેઓ પાસેથી રોકડા રૂ.૧૦,૬૨૦ કબજે લઇ જુગારધારા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વાપી જીઆઇડીસી પોલીસની ટીમ બુધવારે વાહન પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ૪૦ શેડ ફેસ-૩ ડાલમીયા કંપનીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રેઇડ કરતા કેટલાક ઇસમો ગોળ કુંડાળું વળી હારજીતનો જુગાર રમતા નજરે ચઢ્યા હતા. પોલીસે તમામને કોર્ડન કરી જગ્યા ઉપર બેસી રહેવા જણાવી દાવ ઉપરના રોકડા રૂ.૨૫૦ અને આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂ.૧૦,૩૭૦ મળી કુલ રૂ.૧૦,૬૨૦નો મુદ્દામાલ કબજે લઇ તમામ સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments