દામનગરની અનેકો સંસ્થાઓમાં ટ્રસ્ટી વજુભાઇ બાબુભાઈ સિદ્ધપુરાના પત્ની સ્વ મંજુલાબેન સિદ્ધપુરાની પ્રાર્થના સભા પટેલ વાડી ખાતે યોજાય
દામનગર શહેર ની અનેકો સંસ્થા ઓમાં ટ્રસ્ટી શ્રી વજુભાઇ બાબુભાઈ સિદ્ધપુરા (રૂપાધડા) ના ધર્મપત્ની વાત્સલ્ય મૂર્તિ સ્વ મંજુલાબેન સિદ્ધપુરા ની પ્રાર્થના સભા પટેલ વાડી ખાતે યોજાય જેમાં શહેરભર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક જીવદયા ની પ્રવૃત્તિ કરતી સંસ્થા ઓને સદગત ના પુત્રરત્ન સંજયભાઈ સિદ્ધપરા અને પુત્રીરતનો એ આર્થિક મદદ માં ચેક અને રોકડ રકમ અર્પણ કરી હતી.
સ્વ મંજુલાબેન સિદ્ધપુરા ની પ્રાર્થનાસભા માં શહેરભર ની તમામ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા ઓના અગ્રણી ઓ સાધુ સંતો એ શ્રદ્ધાંજલિ આપી.
રચનાત્મક સેવા ઉપરાંત વિનોદ વૃત્તિ માટે જાણીતા વજુભાઇ સિદ્ધપુરા (રૂપધડા) શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર શ્રી વેજનાથ મહાદેવ મંદિર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ મોક્ષ મંદિર સેવા સમિતિ અન્નસેવા સમિતિ લુહાર સુથાર સમાજ સંસ્થા જીવદયા પર્યાવરણ સિનિયર સીટીઝન આરોગ્ય સેવા સહિત ડઝનેક સંસ્થા ઓમાં ટ્રસ્ટી છે શ્રી વજુભાઇ સિદ્ધપુરા ના ધર્મપત્ની ના દેહવસાન થી સાંત્વના પાઠવતા અગ્રણી ઓ એ દિવંગત ને પુષ્પાજંલી આપવા અઢારે આલમે હાજરી આપી હતી.
પ્રાર્થના સભા માં અગ્રણી ઓ અને સંતો એ સ્વ મંજુલાબેન સિદ્ધપરા ના જીવન કવન અને સ્મૃતિ વાગોળી તેમની ઉદારતા પરમાર્થ ના ઉમદાગુણો તેમના સંતાનો માં સંસ્કાર રૂપે જીવંત હોવાનું જણાવ્યું હતું વજુભાઇ સિદ્ધપરા અને પુત્રરત્ન સંજયભાઈ એવમ પુત્રીરત્નો એ શહેર ની તમામ સંસ્થા ઓને નાની મોટી આર્થિક મદદ ના ચેક વિતરણ કરી સ્વ મંજુલાબેન સિદ્ધપુરા ને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી શહેર ની સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થા ઓમા સખાવતો કરી સુંદર સદેશ આપ્યો હતો
Recent Comments