સણોસરા ગામમાં નિયમિત વેરા ચૂકવણા કરનારને કેટલાક દાખલા વિનામૂલ્યે અપાશે
સણોસરા ગામમાં નિયમિત વેરા ચૂકવણા કરનાર ગ્રામજનોને કેટલાક દાખલા વિનામૂલ્યે અપાશે તેવી જાહેરાત સરપંચ શ્રી દ્વારા કરવામાં આવી છે.
સિહોર તાલુકાના સણોસરા ગામમાં એક પછી એક વિકાસલક્ષી આયોજનો થઈ રહ્યા છે, ત્યારે તાજેતરની ગ્રામસભા દરમિયાન જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિવિધ નિર્ણયો જાહેર કરાયા હતા.
સરપંચ શ્રી હિરાભાઈ સાંબડ દ્વારા તંત્રના માર્ગદર્શન સાથે કરાયેલા નિર્ણય મૂજબ સણોસરા ગામમાં નિયમિત વેરા ચૂકવણા કરનાર ગ્રામજનોને કેટલાક દાખલા આધાર વગેરે વિનામૂલ્યે અપાશે. નવા નાણાંકીય વર્ષ અનુસાર તા.૧-૪-૨૦૨૩ સુધીમાં પાછલા બાકી લહેણાં ભરનાર માટે આ લાભ મળશે તેમ તાકીદ સાથે જણાવાયું છે. આ નિર્ણયથી ગ્રામજનોએ પણ આવકાર આપ્યો છે.
Recent Comments