fbpx
અમરેલી

અમરેલીના બહારપરા વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ. ૧૧૦ સાથે એક ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી  ગૌતમ પરમાર સાહેબ નાઓએ આગામી હોળી/ધુળેટીના તહેવાર અન્વયે પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્‍જ હેઠળ આવતા ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને જરૂરી સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબનાઓએ આગામી હોળી/ધુળેટીના તહેવાર અન્‍વયે અમરેલી જીલ્‍લા પોલીસને દારૂની બદી દુર કરવા તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમની પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.૨૬/૦૨/૨૦૨૩ ના રોજ આગામી હોળી/ધુળેટી તહેવાર અન્વયે અમરેલી સીટી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે અમરેલી, બહારપરામાં રહેતો એક ઇસમ પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો રાખી વેચાણ કરે છે, જે મળેલ બાતમી હકિકત આધારે રેઇડ કરતા એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્‍થા સાથે પકડી પાડી, પકડાયેલ આરોપી તથા સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ અમરેલી સીટી પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીઃ-

હિતેષ રામદાસભાઇ રાઠોડ, ઉ.વ.૨૨, રહે.અમરેલી, બહારપરા, રામાપીરના મંદિર સામે, તા.જિ.અમરેલી. 

પકડવાના બાકી આરોપીઃ-

(૧) ટીનુ ભીમજીભાઇ ચાવડા, રહે.અમરેલી

(૨) અજય રહે.સુરત. 

પકડાયેલ મુદ્દામાલઃ-

ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની  અલગ અલગ બ્રાન્‍ડની કુલ બોટલ નંગ – ૧૧૦, કુલ કિં.રૂ.૨૮,૩૪૪/-નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના પો.કોન્‍સ. રાહુલભાઇ ઢાપા, ભાવિનગીરી ગૌસ્‍વામી, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts