ભારત સરકાર દ્વારા બ્રહ્મર્ષિ’ એવોર્ડથી સન્માનિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની તૃતીય પીઠના પીઠાધિશ્વર પૂ.વ્રજેશકુમારજી મહારાજનું ટૂંકી બિમારી બાદ આજે દેવલોક પામ્યા છે. વૈષ્ણવાચાર્યના નિધનથી દેશ-વિદેશમાં રહેતા હજારો વૈષ્ણવો ઘેરાશોકમાં ગરકાવ થઇ ગયા છે. કેવડા બાગ બેઠક મંદિર ખાતેથી હજારો વૈષ્ણવોની અશ્રુભીની આંખો વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી.
જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જાેડાયા હતા અને વ્રજેશકુમાર અમર રહોના નારા લાગ્યા હતા. આજે સોમવારે સવારે વડોદરાના કેવડાબાગ સ્થિત બેઠક મંદિરમાં વ્રજેશકુમારજીના અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો આવી પહોંચ્યા હતા. દર્શન માટે લાંબી કતારો લાગી હતી. દરેક વૈષ્ણવજનોની આંખો આંસુઓથી ભરેલી જાેવા મળી હતી. અનેક લોકોએ વ્રજેશકુમારજી સાથેના જુના સંસ્મરણો વાગાડ્યો હતા. વ્રજેશકુમારજીના અંતિમ દર્શન બાદ બપોરે નીજ મંદિરેથી અંતિમયાત્રા નીકળી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જાેડાયા હતા. અંતિમ યાત્રા કેવડા બાગ બેઠક મંદિરથી ખંડેરાવ માર્કેટ, ટાવર ચાર રસ્તા, નાગરવાડા થઇ બહુચરાજી સ્મશાન ખાતે જશે.
વડોદરાના વૈષ્ણવચાર્ય વ્રજેશ કુમાર મહારાજે આજે સવારે ૧૧.૪૫એ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ડોક્ટરે જણાવ્યું હતું કે, તેઓ ૧૩ ફેબ્રુઆરીએ હોસ્પિટલમા દાખલ થયા હતા. આ સમયે તેમને આખા શરીરમાં ઇન્ફેકશન હતું તેમજ કિડની પણ તકલીફ હતી. નિધનનું કારણ મલ્ટીઓર્ગન ફેલ્યોર જણાવવમાં આવી રહ્યું છે. વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારની નાદુરસ્ત તબિયતને કારણે વૈષ્ણવોને શ્રી યમુનાષ્ટક પાઠ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.
Recent Comments