એલોન મસ્ક ફરી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, તો કયા ક્રમે છે ગૌતમ અદાણી અને અંબાણી?..
ગયા વર્ષે વધુ ખોટને કારણે ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વિશ્વના અબજાેપતિઓની યાદીમાં બીજા નંબરે સરકી ગયા હતા, પરંતુ આ વર્ષે સંપત્તિમાં થયેલા વધારાને કારણે તેઓ હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ટિ્વટર અને ટેસ્લાના બોસ ફ્રેન્ચ અબજાેપતિ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, બર્નાર્ડ આર્નોલ્ટે એલોન મસ્કને પાછળ છોડી દીધા હતા, કારણ કે એલોન મસ્કની સંપત્તિ ઇં૨૦૦ બિલિયનથી નીચે આવી ગઈ હતી અને આર્નોલ્ડની સંપત્તિમાં વધારો થયો હતો.
જાે કે, બ્લૂમબર્ગ બિલિયોનેર્સના રિપોર્ટ અનુસાર, એલોન મસ્કે માત્ર ૨ મહિનામાં જ નંબર વનનો તાજ પાછો મેળવી લીધો છે. પરંતુ ફોર્બ્સની અબજાેપતિઓની યાદીમાં તે હજુ પણ બીજા નંબરે છે. એલોન મસ્કની કેટલી છે મિલકત? તે જાણો.. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, એલોન મસ્કની કુલ નેટવર્થ ઇં૧૮૭ બિલિયન સુધી પહોંચી ગઈ છે, જ્યારે બીજા નંબરે પહોંચેલા બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ ઇં૧૮૫ બિલિયન છે. આ વર્ષે એલોન મસ્કની સંપત્તિમાં રેકોર્ડ વધારો થયો છે. જાન્યુઆરીથી, મસ્કે તેની સંપત્તિમાં ઇં૫૦.૧ બિલિયન ઉમેર્યા છે. સોમવારે એલોન મસ્કની સંપત્તિમાં ૬.૯૮ અબજ ડોલરનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૧ દરમિયાન, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક પાસે ઇં૨૦૦ બિલિયનથી વધુની સંપત્તિ હતી.
ગયા વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન તેમની સંપત્તિમાં એટલો ઘટાડો થયો હતો કે તે ઘટીને ઇં૧૫૦ બિલિયનથી પણ ઓછી થઈ ગઈ હતી. મસ્કની સંપત્તિમાં આ ઘટાડો ટેસ્લાના શેરના વેચાણને કારણે થયો હતો. ફોર્બ્સની અબજાેપતિઓની યાદીમાં ગૌતમ અદાણી ૩૮માં નંબરે પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ ૩૩.૪ અબજ ડોલર છે. બીજી તરફ, બ્લૂમબર્ગની યાદીમાં ગૌતમ અદાણી ૩૨મા નંબરે છે અને અહીં તેમની કુલ સંપત્તિ ઇં૩૭.૭ બિલિયન છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર વિશ્વના અબજાેપતિઓની યાદીમાં તેઓ ૮૧.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે ૧૦મા નંબરે છે. બીજી તરફ, ફોર્બ્સની યાદીમાં અંબાણી ૮૪.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે ૮મા નંબરે છે.
Recent Comments