હોંગકોંગમાં દિલ્હીની શ્રદ્ધા વાલકર જેવા હચમચાવી નાખતો મર્ડર કેસ સામે આવ્યો છે. પોલીસના રિપોર્ટ અનુસાર, ૨૮ વર્ષની એબી ૨૨ ફેબ્રુઆરીએ ગુમ થઈ હતી. પોલીસે ૨૪ ફેબ્રુઆરીએ ઘરની શોધખોળ કરી. આ દરમિયાન ફ્રીજમાંથી તેના કપાયેલા પગ મળ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ ઘરને જાેતા લાગી રહ્યું છે કે, આ કોઈ હત્યાને અંજામ આપવા માટે તૈયાર કર્યું હતું. હત્યાના આરોપમાં ૨૫ ફેબ્રુઆરીએ એબીના પૂર્વ પતિની ધરપકડ કરી. તેની સાથે પુછપરછ કરીને બાકીના બોડી પાર્ટ્સ શોધી રહ્યા છે. પૂર્વ પતિએ તેની હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી નાખ્યા.
પોલીસે ઘરના ફ્રીજમાંથી એબીના કપાયેલા પગ જપ્ત કર્યા. રિપોર્ટ અનુસાર, એબીને તેના પૂર્વ પતિ અને તેના પરિવાર સાથે ૧૦૦ મિલિયન હોંગકોંગ ડોલરની સંપત્તિ પર નાણાકીય વિવાદ હતો. જેને હાલમાં એબીએ વેચવાનો પ્લાન બનાવ્યો હતો. એબી ચોઈ હોંગકોંગની ખ્યાતનામ મોડલ હતી. એબીને ઈંસ્ટાગ્રામ પર ૯૦૦૦૦ ફોરોઅર્સ છે. ગત મહિને જ એબી ન્’ર્કકૈષ્ઠટ્ઠઙ્મ સ્ર્હટ્ઠર્ષ્ઠ મેગેઝિનના કવર પર આવી હતી. હત્યાના આરોપમાં ૨૫ ફેબ્રુઆરીએ એબીના પૂર્વ પતિ એલેક્સ ક્વાંગની ધરપકડ કરી. પોલીસને શંકા છે કે, એબીની હત્યામાં તેના સાસરિયાનો હાથ છે. પોલીસે એબીના પૂર્વ સસરા, સાસુ અને તેના પતિના નાના ભાઈની ધરપકડ લીધી છે અને તેમની સાથે પુછપરછ થઈ રહી છે.
પોલીસ સુપરિટેંડેંટ એલન ચુંગે જણાવ્યું કે, ઘરમાં ઘુસતા જ લાગ્યું કે, આ જગ્યા પર ક્રાઈમ થયો હતો. પોલીસે જણાવ્યું છેકે, ઘરના વાસણોમાં પણ માનવ અંગ મળી આવ્યા છે. ઘરની દીવાલો કપડાથી ઢાંકેલી હતી. જેથી દીવાલ પર લોહીના નિશાન ન પડે. ત્યાં ફેસ શિલ્ડ, રેનકોટ, મોજાં પણ મળ્યા છે. ઘરમાં માનવ શરીર કાપવાના કેટલાય સાધનો મળી આવ્યા છે. આરોપી પૂર્વ પતિ ભાગવાની તૈયારીમાં હતો. પોલીસે જણાવ્યું કે, સમુદ્રના રસ્તેથી ભાગવાનો પ્લાન કરી રહ્યો હતો.
પોલીસના મુખ્ય અધિકારી ચુંગે કહ્યું કે, એબી ચોઈ અને પૂર્વ પતિ એલેક્સ ક્વાંગની વચ્ચે પૈસાને લઈને વિવાદ હતો. જાે કે હત્યાના તમામ સંભવિત આરોપીઓની ધરપકડ થઈ ચુકી છે. કહેવાય છે કે, આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ એબીનો પૂર્વ સસરો છે. પોલીસે જણાવ્યું કે, ઘરમાં એબીના અમુક બોડી પાર્ટ્સ મળ્યા છે. પણ પુછપરછમાં બાકીના અંગો વિશે પણ જાણકારી સામે આવશે. પોલીસે કહ્યું કે, ગામનું ઘર હાલમાં જ ભાડે રાખ્યું હતું અને આ ઘરમાં કોઈ ફર્નિચર નહોતું. એવું લાગી રહ્યું હતું કે, આ ઘર એબીના શરીરને નાશ કરવા માટે ભાડે લેવામાં આવ્યું હતું.
Recent Comments