ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ભાવનગર જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધારક પત્રકારો માટે મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા તેમજ નવા આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા મા-કાર્ડ અને મા-વાત્સલ્ય યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત એક્રેડિટેશન કાર્ડ ધારક પત્રકારો માટે નવા આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે માહિતી નિયામકશ્રીની કચેરી-ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લા માહિતી કચેરી તથા જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના કાર્ડને આયુષ્યમાન કાર્ડમાં તબદીલ કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે કેમ્પનો જિલ્લાના એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારોએ લાભ લીધો હતો. આ કેમ્પના આયોજન માટે નાયબ માહિતી નિયામકશ્રી ચિંતન રાવલ, માહિતી મદદનીશશ્રી કૌશિક શીશાંગીયા, જિલ્લા પંચાયત મેડિકલ ઓફિસર શ્રી ડો. ધવલ દવે, આયુષ્યમાન યોજનાના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરશ્રી શેરોન મેકવાન અને શ્રી ઈરફાન બિલખીયા, આરોગ્ય વિભાગની ટીમ શ્રી રાજેશભાઇ તથા શ્રી નીતિનભાઈ એ જહેમત ઉઠાવી હતી.
Recent Comments