૧૦૯પ પશુ ચિકિત્સા અધિકારીઓની જગ્યા ખાલીખમ પશુઓની સારવાર કરશે કોણ : પરેશ ધાનાણી
ગોૈમાતાના નામે ખોબલે ખોબલે મતો લઈને સતાના સિંહાસને બિરાજમાન ભાજપ સરકાર બધુય ભૂલી ગઈ છે. ગુજરાતમાં લમ્પી રોગથી હજારો ગાયોના મોત નિપજયા હતા પણ ભાજપ સરકારે પશુપાલકોને વળતરરૂપે કાણીપાઈ ચુકવી નથી. ગોૈપશુની ચિંતાના દીવા કરતી ભાજપ સરકારના રાજમાં આજની તારીખે પશુધન નિરીક્ષક અને પશુ ચિકિત્સા અધિકારી વર્ગ– ૧ ની કુલ મળીને ૧૦૯પ જગ્યાઓ ખાલી પડી છે. એક હજારથી વધુ જગ્યાઓ ખાલી પડી છે ત્યારે પશુઓની સારવાર કોણ કરતું હશે તેવો સવાલ પણ ઉભો થાય છે. રસીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો પણ પશુપાલકોને કાણીપાઈ ચુકવી નહી.
Recent Comments