fbpx
રાષ્ટ્રીય

ખેડૂતો માથે મોટુ સંકટ, આ ૪ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનો કહેર વર્તાશે : IMD

માર્ચથી ભારતમાં તપતપતી ગરમી શરુ થઈ ચુકી છે, પણ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રનો વિદર્ભ, ગુજરાત અને રાજસ્થાનના કેટલાય વિસ્તારમાં આંધી-પવન સાથે વરસાદ થવાની આશા છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. અમુક જગ્યા પર ફુલ સ્પિડે પવનની સાથે ગર્જના અને વીજળી પણ પડી શકે છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં શનિવારથી આગામી મંગળવાર એટલે કે, ૪થી ૭ માર્ચ સુધી હળવો વરસાદ થવાનું અનુમાન છે.

૪થી ૬ માર્ચ દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, પૂર્વી મધ્ય પ્રદેશમાં ૫ અને ૬ માર્ચ અને વિદર્ભમાં ૫થી ૭ માર્ચ દરમિયાન વરસાદ અને પવનનો પ્રકોપ જાેવા મળી શકે છે. જ્યારે આગામી ૩ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારમાં હવાઓ ૨૦-૩૦ પ્રતિ કલાકની સ્પિડે ફુંકાવાની સંભાવના છે. આ તોફાનની સંભાવનાઓને જાેતા આઈએમડીએ શનિવારે પશ્ચિમ મધ્ય પ્રદેશ, રવિવારે સમગ્ર મધ્ય પ્રદેશ અને સોમવાર અને મંગળવારે પૂર્વી એમપી અને વિદર્ભ પર એક યેલો વોચ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની સલાહમાં આ જગ્યાના રહેવાસીઓને સ્થાનિક મૌસમની સ્થિતી વિશે જાગૃત રહેવાની સલાહ આપવામાં આવે છે. હવમાન વિભાગે આગામી ૨ દિવસ દરમિયાન તટીય કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાં લૂ ચાલવાની સંભાવના વ્યક્ત કરી છે. આગામી ૨ દિવસ દરમિયાન ઉત્તરી કેરલ, દક્ષિણ કોંકણ અને ગોવામાં અધિકતમ તાપમાન ૩૬-૩૮ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. ૫ માર્ચથી આ વિસ્તારોમાં અધિકતમ તાપમાનમાં લગભગ ૨ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આશા છે. તેથી આઈએમડીએ આગામી બે દિવસ દરમિયાન મધ્ય ભારતમાં તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જણાવ્યો નથી.

Follow Me:

Related Posts