e-FIR દ્વારા દાખલ થયેલ ગુનામાં એક ઈસમને ચોરીના ફોન સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી , વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે , અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e – FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે . જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઈલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e – FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે .
ગુનાની વિગતઃ ગઇ તા .૨૦ / ૦૨ / ૨૦૨૩ ના રોજ નીતાબેન કાંતિલાલ ભુપતાણી , ઉ.વ .૩૫ , રહે.સાવરકુંડલા , જેસર રોડ , તા.સાવરકુંડલા , જિ.અમરેલી વાળા સાવરકુંડલા જૈન બોર્ડીંગ ખાતે ધાર્મિક પ્રસંગમાં ગયેલ હતા અને તે વખતે પોતાનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ .૧૦,૦૦૦ / – નો થેલીમાં રાખેલ હોય , જે મોબાઇલ ફોનની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય , જે અંગે નીતાબેન દ્વારા e – IR કરાવેલ હોય , જે છ- FIR અંગે ખરાઇ કરી , તેના પરથી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૫૨૩૦૦૭૪ / ૨૦૨૩ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી . કરવામાં આવેલ .
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e – FIR દ્વારા દાખલ થયેલ અનીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e – FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી , નાગરિકોના ચોરાયેલ વાહન , મોબાઇલ ફોન તેમને પાછા મળે , તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ .
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઈ કાલ તા .૦૫ / ૦૩ / ૨૦૨૩ નાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાવરકુંડલા , કે.કે.હાઇસ્કુલ સામેથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા , પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .
→ પકડાયેલ આરોપીની વિગતઃ ભરતભાઇ બાબુભાઇ ટાટડ , ઉ.વ .૪૫ , રહે.સાવરકુંડલા , મોટા કોળીવાડ , તા.સાવરકુંડલા , જિ.અમરેલી .
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ એક 1000 કંપનીનો23-5 g મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ .૧૦,૦૦૦ / – નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઈ અમરેલીયા , યુવરાજસિંહ રાઠોડ , ઘનશ્યામભાઇ મકવાણા તથા પો.કોન્સ . તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments