આગામી ૬ થી ૭ કલાક સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની ભારતીય હવામાન વિભાગની આગાહી

સાવચેતીના પગલા ભરવા અનુરોધ
અમરેલી, તા.૬ માર્ચ, ૨૩ (સોમવાર) આજરોજ તા.૬ માર્ચ, ૨૩ ના રોજ ભારતીય હવામાન વિભાગની એક આગાહી છે તે મુજબ, આગામી ૬ થી ૭ કલાક સુધી ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. આથી ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા અધિકારી-કર્મચારીશ્રીઓને તેમના હેડ કવાર્ટર પર હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં સતત વીજ પૂરવઠો જળવાઈ રહે અને વીજ કરન્ટ લાગવાની ઘટના ન બને તેની તકેદારી રાખવી. પવન આવતા ઝાડ પડે ત્યારે રસ્તા પર ટ્રાફિક ન થાય અને વાહન વ્યવહાર ખોરવાઈ નહિ તે તકેદારી માટે વન વિભાગની ટીમ દ્વારા પડી ગયેલા તે ઝાડને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દેવું, તેમ અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે
Recent Comments