અમરેલી જિલ્લામાં માવઠાથી પાકોને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવા માટે પત્ર પાઠવતા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત
અમરેલી જિલ્લા માં સતત બે દિવસ થી કમોસમી વરસાદથી ખેડુતોને ચણા,જીરૂ,મગફળી, ધાણા, કપાસ, ઘઉં જેવા ઊભા પાકો તેમજ બાગાયતી પાક કેરી વગેરે જેવા પાકોમાં મોટા પ્રમાણમાં નુકશાની થવા પામેલ છે. ગત “તૌક્તે” વાવાઝોડા માં બાગાયતી પાકોને ઘણુજ નુકશાન થયેલ હતું, તેમાથી ખેડૂત ઊભો થયો નથી તેવામાં સતત બે દિવસ થી અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદ (માવઠા) થી તેમના ખેતર માં ઊભા પાકો તેમજ બાગાયતી પાક કેરી ને ઘણુજ નુકશાન થવા પામેલ છે.
જગત ના તાત કહેવાતો ખેડુત ની સ્થિતિ અંત્યત ખરાબ થઈ રહી છે. જેમાં કુદરતી આફતો, નો અવાર નવાર ભોગ બની રહેલ છે. ત્યારે સરકાર શ્રી દ્વારા ખેડૂતો ને થતું આર્થિક નુકશાન સામે ખેડૂતોની લાગણી અને મહેનત ની સામે પાક નુકશાનીનો તત્કાલ સર્વે કરી વળતર ચૂકવવા પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા માન. મુખ્યમંત્રી અને કૃષિમંત્રી શ્રી ને પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે.
Recent Comments