સાવરકુંડલા શહેરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી
આમ તો ધૂળેટી પર્વ એટલે રંગોનો તહેવાર.. લોકો એકબીજાના પર રંગો છાંટીને ધૂળેટીની શુભકામનાઓ પાઠવતાં હોય છે. આમ તો હોળી અને ધૂળેટીનું વૈષ્ણવ સંપ્રદાયમાં પણ અનેરું મહત્વ હોય છે.
લોકો પણ આ પર્વ નિમિત્તે અદાવત ભૂલીને એકબીજાના પર હેતથી રંગો છાંટતાં જોવા મળે છે. જો કે હવે આ ડીઝીટલ યુગમાં અને કારમી મોંઘવારીમાં એવરેજ ઉત્સવનું મહત્ત્વ દિનપ્રતિદિન ઘટતું જતું જોવા મળે છે.
છતાં પણ ખાસકરીને યુવાનો અને બાળકોમાં આ પર્વની ઉજવણી ભારે ઉત્સાહભેર કરતાં જોવા મળે છે. આ પર્વ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં શિખંડ અને ઊંધિયું લોકો હોશેંહોશે આરોગતાં જોવા મળે છે. ફરસાણવાળાને ત્યાં શિખંડ અને ઊંધિયા માટે ભારે ધસારો જોવા મળેલ અંતમા પેલી હિન્દી ફિલ્મ શોલેનું ગીત હોલી કે દિન દિલ ખિલ જાતે હૈ રંગોંમેં રંગ મિલ જાતે હૈ.. ગિલે શિકવે ભૂલકર દોસ્તો દુશ્મન ભી ગલે મિલ જાતે હૈ..
Recent Comments