ભાવનગર

કોઈનું આંચકી ન લઈએ તે મોટું દાન છે – પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ

શરીરના આરોગ્ય માટે સારો ખોરાક જરૂરી છે તેમ મનના આરોગ્ય માટે સત્સંગની જરૂર છે. ગોપાલ આશ્રમ દેવગણા ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં આજે વ્યાસપીઠેથી પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુએ ભાગવત મહાત્મય સાથે નિષ્કામ ભક્તિથી જીવન કેમ સફળ કરી શકાય તેવી વાત કપિલ જન્મોત્સવ ની આરતી સાથે કરી હતી.

ભાગવત કથા દરમિયાન પૂજ્ય બાપુએ ગોપાલ આશ્રમ ના સ્થાપક પૂજ્ય સંત પુરુષોત્તમદાસ બાપુ ના ભજન અને તપ વિશે વાત કરતા સંતને સંત પણા નથી મફતમાં મળતા એ મુજબ અષ્ટાવક્ર ઋષિ જેવા આ યોગીસંતે સાધુથી શ્રી મહંત થવા સુધીની સફર કેવી રીતે પોતાની અપંગતાને ઓળંગીને કરી તે સુંદર વાત શ્રોતાઓને ભાવ સભર રીતે જણાવી હતી.

માનવ માત્ર નું કલ્યાણ થાય તે માટે સત્સંગ જરૂરી અને જેનું મૃત્યુ નજીક હોય તેના માટે પ્રભુ સ્મરણ એથી એ વધુ જરૂરી એ બાબત શ્રોતાઓને જીવનભર યાદ રાખવા જણાવેલ. આજે કથા દરમિયાન પુરુષોત્તમદાસ બાપુ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની વિવેકાનંદ શાળા દિહોરના વિદ્યાર્થીઓ તેમજ ટીમાણા ના સેવા મંડળે સેવા બજાવી હતી.

Follow Me:

Related Posts