દામનગર શહેર ના ઠાંસા રોડ મફત પ્લોટ જવા ના મુખ્ય માર્ગ ઉપર ત્રણ સ્ટ્રીટ લાઈટ મુકવા માં પાલિકા ને કેમ રસ નહિ હોય ?
દામનગર શહેર છેલ્લા એક વર્ષ માં જાહેર સ્ટ્રીટ લાઈટ ની સંખ્યા એકાએક બમણી થઈ ગઈ પાલિકા સંચાલિત દિવાબતી અને ગાંધીનગર ની એજન્સી ની મળી ને ખૂબ મોટી સંખ્યા માં જાહેર સ્ટ્રીટ લાઈટો મુકાય પણ શહેર ની આર્થિક પછાત વસાહત જવા ના મુખ્ય રસ્તા માં અંધારૂ ઉલેચતા મફત પ્લોટ ના રહીશો ને ત્રણ સ્ટ્રીટ લાઈટો માટે પણ લબડવું પડે ? આ વિસ્તાર શહેરી સંકુલ માં નથી ? ઠાંસા રોડ મફત પ્લોટ જવા ના રસ્તા ઉપર આવેલ કોઝવે ના બંને છેડે અને સેન્ટ્રલ માં એક જાહેર સ્ટ્રીટ લાઈટ મુકવા ની માંગ પાલિકા દફતર ના રેકર્ડ ઉપર છે
તેમ છતાં પાલિકા તંત્ર ને ત્રણ સ્ટ્રીટ લાઈટ આર્થિક પછાત વસાહત ઠાંસા રોડ મફત પ્લોટ માં જતા રસ્તા ઉપર બેઠા કોઝવે ના બંને છેડે તેમજ સેન્ટ્રલ માં સ્ટ્રીટ લાઈટ માં રસ નહિ હોય ? સ્થાનિક પાલિકા સમક્ષ અવાર નવાર રહીશો ની રજૂઆતો છતાં સ્થાનિક પાલિકા તંત્ર ને સ્ટ્રીટ લાઈટ મુકવા માં કેમ રસ નથી? પશુપાલકો ની વિશેષ વસ્તી હોય જાહેર અવેડા ની પણ માંગ પાલિકા સમક્ષ કરાયેલ અને સ્ટ્રીટ લાઈટ ની માંગ કરતા રહીશો ને ચૂંટણી સમયે હથેળી માં ચાંદ દેખાડી જતા રહેલ નેતા ઓ ક્યાં ? આટલી મોટી આર્થિક પછાત વસાહત માં જતા રસ્તા ઉપર બેઠા કોઝવે માં જાહેર સ્ટ્રીટ લાઈટ મૂકી મફત પ્લોટ વિસ્તાર ને પ્રાથમિક સુવિધા તો આપો.
Recent Comments