અમરેલી

સાવરકુંડલાના અમરેલી રોડ, પીકઅપ બસ સ્ટેશન પાસેથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી સર્વેલન્સ ટીમ

મે.ભાવનગર રેન્જ આઈ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય.

જે અનુસંધાને સાવરકુંડલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબનાઓ દ્વારા સાવરકુંડલા ડીવીઝનમાં દારૂની બદી સદંતર દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ નાઇટ રાઉન્ડમાં સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી અને પેટ્રોલીંગ ફરતા ફરતા સાવરકુંડલા, અમરેલી રોડ, પીકઅપ બસ સ્ટેશન પાસે આવેલ નગરપાલીકાના શૌચાલય પાસે આવતા મંહમદ ઉર્ફે મમુ ઉમરભાઇ ઝાંખરા રહે.સાવરકુંડલા, સંધીચોક વાળાના કબ્જા ભોગવાટાવાળા હોન્ડા કંપનીના સફેદ કલરના એક્ટીવા મો.સા.માં જોતા મો.સા.ના સીટના આગળના ભાગે ત્રણ પુઠ્ઠાના બોક્સ હોય જે બોક્સમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો હોય જેમાં બે પુઠ્ઠાના બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ MCdowells no-1 collection whisky for sale in Punjab only લખેલ  ૭૫૦ એમ.એલ.ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ-૨૪ જેમાંથી એક બોટલની કિં.રૂ. ૩૭૫/- લેખે બોટલ નંગ-૨૪ કિં.રૂ. ૯૦૦૦/- તેમજ બાકીના એક બોક્સમાં જોતા ભારતીય બનાવટના વિદેશી દારૂ Magic moments green apple flavoured vodka for sale in Punjab only લખેલ ૭૫૦ એમ.એલ.ની કંપની રીંગ પેક બોટલો નંગ-૦૬ જેમાંથી એક બોટલની કિં.રૂ. ૩૩૦/- લેખે બોટલ નંગ-૬ ની કિં.રૂ. ૧૯૮૦/- નો પ્રોહી. મુદ્દામાલ મળી આવેલ હોય જે કુલ કિં.રૂ. ૧૦,૯૮૦/- નો પ્રોહી. મુદ્દામાલ કબ્જે કરેલ છે. તેમજ મજકુર ઇસમે હોન્ડા કંપનીના સફેદ કલરના એક્ટીવા મો.સા.માં સદરહુ વિદેશી દારૂની હેરાફરી કરેલ હોય જે મો.સા. ના આર.ટી.ઓ. રજી.નં.GJ-14-AQ-6557 હોય જે મો.સા.ની કી.રૂ.૨૫૦૦૦/- ગણી કુલ કિં.રૂ. ૩૫,૯૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરી મજકુર ઇસમ મંહમદ ઉર્ફે મમુ ઉમરભાઇ ઝાંખરા રહે.સાવરકુંડલા, સંધીચોક તા.સાવરકુંડલા જી.અમરેલી વાળા વિરૂધ્ધ પ્રોહિ. એક્ટ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨) મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની સાહેબ તથા એ.એસ.આઇ. એચ.પી.ગોહિલ, તથા પો.કોન્સ. જીતુભાઇ ગોબરભાઇ, પો.કોન્સ. ચિંતનકુમાર કનૈયાલાલ, પો.કોન્સ. ગૌરવભાઇ જીલુભાઇ તથા ડ્રા.પો.કોન્સ. બકુલભાઇ રઘુરામભાઇ  દ્રારા કરવામાં આવેલ છે.

Related Posts