fbpx
ભાવનગર

શેત્રુંજી પ્રકૃતિ મંડળ પાલીતાણા દ્વારા ચકલીના માળા, પાણીના કુંડા અને થેલી વિતરણ નો કાર્યક્રમ યોજાયો

દર વર્ષની જેમ માર્ચ મહિનો આવે એટલે ચકલી સાંભળે ચકલી નું ઘર, પાણીનો કુંડું, અને કાપડની થેલી આ વિતરણ સાથે એક પ્રકૃતિ સંવાદ નો કાર્યક્રમ છેલ્લા 14 વર્ષથી યોજાતો હોય છે આ 14 માં વર્ષે પણ શેત્રુંજય પ્રકૃતિ મંડળ દ્વારા પાલીતાણા તાલુકાની જાહેર જનતાને એકદમ ફ્રીમાં ચકલીનો માળો, પાણીનો કુંડુ અને થેલી વિતરણ નો કાર્યક્રમ કસ્તુરધામ ધર્મશાળા પાલીતાણાના સહયોગથી મોડેલ સ્કૂલ માનવડ  પાલીતાણા ખાતે યોજાઈ ગયો.

 જેમાં 13 ની માર્ચ 2023 ના રોજ સોમવાર અને સાંજે 5:30 થી 7-00 દરમિયાન આ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સિહોરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ત્રિવેદી, વિજયભાઈ ગોટી, પંકજભાઈ ત્રિવેદી નાગજી દાદા અને આ પ્રકૃતિ ,મંડળના તમામ સભ્યો શિક્ષણના અધિકારી અને શિક્ષક સ્ટાફ અને મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ આ તમામને મોટી સંખ્યામાં હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો.

 જેમાં શૈલેષભાઈ દિહોરા જે ભાવનગર સાયન્સ કોલેજના વ્યાખ્યાતા છે તેમને વાઇલ્ડ લાઇફ ઓફ ગુજરાત વિશે સરસ મજાનો ppt દ્વારા ખુબ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ શિહોરા ,,વિજયભાઈ ગોટી વગેરે પણ શુભેચ્છાઓ અને નાગજીદાદાએ પોતાની ગામઠી ભાષામાં પક્ષીઓ વિશે સરસ મજાની વાત કરી ,  નરેન્દ્રભાઈ ત્રિવેદી એ પણ આ કાર્યક્રમને એક અનુભૂતિનો કાર્યક્રમ છે એવી સરસ મજાની પ્રાકૃતિક વાત કરી નિલેશભાઈ ગઢવી દ્વારા આ કાર્યક્રમનું સંચાલન થયું શાળાના આચાર્યશ્રી જીગ્નેશભાઈ ત્રિવેદી દ્વારા આ કાર્યક્રમ અને સંસ્થાની પ્રાથમિક રૂપરેખા આપવામાં આવી અને આશિષભાઈ ત્રિવેદી દ્વારા આ કાર્યક્રમની આભાર વિધિ કરી અને સમાપન થયું તમામ લોકોને આ કીટ વિતરણ અને શાળા દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું. અને આવતા વર્ષના કાર્યક્રમની શુભેચ્છા સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.

Follow Me:

Related Posts