રેડક્રોસ બ્રાન્ચમાં ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ, CBIએ ૫ રાજ્યોમાં શરૂ કરી તપાસ

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ભ્રષ્ટાચાર અને નાણાકીય અનિયમિતતાની ફરિયાદો પર ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં રેડ ક્રોસ સોસાયટીની પ્રાદેશિક શાખાઓમાં તપાસ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને તમિલનાડુ, કેરળ, આસામ, કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રેડ ક્રોસ સોસાયટીની પ્રાદેશિક શાખાઓમાં કથિત ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હતી.
મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમિલનાડુમાં રેડ ક્રોસ સોસાયટીની શાખાના કામકાજમાં ગંભીર આરોપો રાજ્યપાલના ધ્યાન પર લાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેમણે જુલાઈ ૨૦૨૦માં દિલ્હીમાં રેડ ક્રોસ સોસાયટીના રાષ્ટ્રીય મુખ્યાલયને પ્રિવેન્શન હેઠળ મંજૂરી આપવા વિનંતી કરી હતી. ઝ્રમ્ૈં આ મામલાની તપાસ કરી શકે તે માટે કરપ્શન એક્ટ કર્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, તમિલનાડુ શાખાના આરોપી પ્રમુખ અને અન્ય પદાધિકારીઓએ સીબીઆઈ તપાસ સામે ચેન્નાઈમાં હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો, જે જૂન ૨૦૨૨માં હટાવી લેવામાં આવ્યો હતો. જે બાદ સ્પીકરે રાજીનામું આપી દીધું અને હવે મામલો ઝ્રમ્ૈં પાસે છે.
Recent Comments