ઇમરાનની ધરપકડ મામલે પાકિસ્તાનમાં વિવાદ, ગૃહ યુદ્ધ થવાની શેખ રશીદની ચેતાવણી?!..
પાકિસ્તાનના તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે ઇસ્લામાબાદ પોલીસે મંગળવારે લાહોરમાં આવેલા તેમના ઘરે પહોંચી હતી. ત્યારે ઇમરાન ખાનના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તેમાં પોલીસકર્મીઓ સહિત કેટલાય લોકો ઘાયલ થયા છે. જેને લઈને લાહોરના તમામ દવાખાનાઓમાં ઇમર્જન્સી લગાવવામાં આવી છે. ઇમરાન ખાનના ઘરમાં મોટા પ્રમાણમાં ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા ચે. ત્યારે લાહોરમાં જમાં પાર્ક વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ઇમરાન ખાનનું ઘર આવેલું છે. ત્યાં મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થયા હતા. ત્યાં પીટીઆઈના ચીફની ધરપકડ કરવા આવેલી પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. પાકિસ્તાન તહરીક ઇન્સાફ પાર્ટીના વરિષ્ઠ નેતા શેખ રશીદે પાર્ટી પ્રમુખની ધરપકડને લઈને ચેતાવણી આપતા કહ્યુ હતુ કે, જાે ઇમરાન ખાનને કંઈ થયું તો દેશમાં ગૃહ યુદ્ધ થશે. શાહબાઝ શરીફે શું કહ્યું? તે જાણો.. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ઇમરાન ખાન સામે કોર્ટમાં વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. અમારી સરકારે તેમની સામે કોઈ કેસ દાખલ નથી કર્યો.
Recent Comments