આલિયા ભટ્ટના બર્થ ડે પર રણબીર કપૂરે પ્લાન કર્યુ સ્પેશિયલ સરપ્રાઇઝ
સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. ટેલેન્ટેડ એક્ટર્સ પોતાના જીવનના એક નવા તબક્કામાં એન્ટ્રી કરી ચુક્યાં છે અને પોતાની દીકરી રાહા કપૂર સાથે પેરેન્ટહૂડ એન્જાેય કરી રહ્યાં છે. આ વચ્ચે આજે એટલે કે ૧૫ માર્ચ ૨૦૨૩ના રોજ આલિયા ૩૦ વર્ષની થઇ ચુકી છે. આ ખાસ અવસરે પોતાની પત્નીનો બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે પતિ રણબીર કપૂરે કેટલીક સ્પેશિયલ પ્લાનિંગ કરી છે.
ખરેખર, આલિયા ભટ્ટ ૧૫ માર્ચ, ૨૦૨૩ ના રોજ ૩૦ વર્ષની થઈ ગઇ છે અને લાગે છે કે તેના પતિ રણબીર કપૂરે આ ખાસ દિવસે તેની પત્ની માટે કંઈક સ્પેશિયલ પ્લાનિંગ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે માતા તરીકે આલિયાનો આ પહેલો બર્થ ડે હશે અને તેથી જ તેના માટે કેટલાંક ખાસ પ્લાનિંગ્સ પણ છે. એક રિપોર્ટ મુજબ, રણબીરે આલિયા માટે એક નાનકડું પણ એકદમ ખાસ સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. પ્લાનિંગ વિશે વધુ ખુલાસો કરતાં, અંદરના સૂત્રોએ કહ્યું, “રણબીરે આલિયા માટે એક કસ્ટમાઇઝ્ડ કેક મંગાવી છે જેના પર ‘રાહાની મોમ’ લખેલું છે કારણ કે આનાથી વિશેષ કંઈ ન હોઈ શકે.
રણબીર અને આલિયા અત્યારે પોતાને ધન્ય અનુભવી રહ્યાં છે અને પુત્રી રાહાના પ્રેમમાં ગળાડૂબ છે કારણ કે તે દરરોજ કંઈક નવું કરે છે જે તેમને નવા માતાપિતા તરીકે ઉત્સાહિત કરે છે. આલિયા ભટ્ટ માટે સ્પેશિયલ કેક ઉપરાંત, આ ક્યૂટ ફેમિલી સાથે મળીને ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરશે.આલિયાએ કાશ્મીરમાં તેની અપકમિંગ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ પૂરુ કર્યું, હવે તેઓ એકસાથે લંડન જવા રવાના થયા, જ્યાં આલિયા તેની હોલીવુડ ડેબ્યૂ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ના છેલ્લા શિડ્યૂલનું શૂટિંગ પણ કરશે.
Recent Comments