ભાવનગર શિશુવિહાર ખાતે ૨૪ માર્ચ શુક્રવારે પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે
શિશુવિહાર સંસ્થા આયોજિત શ્રી જયદેવભાઈ દીપકભાઈ ઉનડકટ પરિવારના સૌજન્યથી ૪૫૮મો નેત્રયજ્ઞ તેમજ સ્વ. કુસુમબેન યશવંતભાઈ પંડ્યાની સ્મૃતિમાં શ્રી વંદનાબેન યશવંતભાઈ પંડ્યાનાં સૌજન્યથી ૪૫૯ મો નેત્રયજ્ઞ તા. ૨૪ -૩-૨૦૨૩ શુક્રવારે સવારે ૯ થી ૧૧ શીશુવહાર માં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે. જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શિવાનંદ આઈ હોસ્પિટલ, વીરનગરના સહયોગથી યોજાનાર આ યજ્ઞ માં વિનામૂલ્યે આંખ તપાસ કરી જરૂરીયાતમંદને આંખના ડ્રોપ્સ અપાશે તથા મોતિયાના ઓપરશન કરી નેત્રમણી મૂકી અપાશે .
જે ભાઈ બહેનોને આંખ તપાસ કરાવવી હોય તેમને સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ કલાકે શીશુવહાર માં રેશનકાર્ડઅને આધાર કાર્ડની ઝેરોક્ષ સાથે રાખી નામ નોધાવી કેસ પેપર મેળવી લેવા તંત્રી શ્રી ઉપરોક્ત વિગત આપના દૈનિકમાં પ્રકશિત કરવા વિનંતી છે તેવો અનુરોધ કરતા સંસ્થાપક ડૉ નાનકભાઈ ભટ્ટ ની યાદી માં જણાવ્યું છે
Recent Comments