તોરી-રામપુર ગામને હવે સૌની યોજના લીંક ૪ પેકેજ ૬ દ્વારા સિંચાઇના પાણીની સુવિધા
નાયબ મુખ્ય દંડક અને અમરેલી -કુંકાવાવ- વડિયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા જળસિંચન કચેરી, અમરેલીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત અન્વયે સૌની યોજના લીંક ૪ પેકેજ ૬ દ્વારા જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકાના તોરી-રામપુર ગામે તા.૧૫/૦૩/૨૦૨૩થી પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીના કારણે જમીનના તળ ઉંચા આવશે. ધરતીપુત્રોને સિંચાઈ માટેના પાણીનો લાભ મળશે અને કૂવાના તળ ઉંચા આવવાથી પીવાના પાણીની સુવિઘામા પણ વઘારો થશે, તેમ જળસિંચન કચેરી, અમરેલીના કાર્યપાલક ઇજનેરશ્રી રાઠોડની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments