અમરેલી

એ.આર.ટી.ઓ,અમરેલી દ્વારા તા.૧૯ માર્ચે ધારી ખાતે  રી-પાસીંગ અને પાસીંગ કેમ્પનું આયોજન

જિલ્લાના ધારી તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારો માટે તા.૧૯ માર્ચને રવિવારના રોજ એ.આર.ટી.ઓ, અમરેલી દ્વારા રી-પાસીંગ અને પાસીંગ (CFRA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રેસ્ટ હાઉસ, ધારી ખાતે કરવામાં આવશે. વધુમાં કેમ્પની તારીખ પહેલા વાહન પાસીંગની ઓનલાઇન ફી ભરીને કચેરી ખાતે ઇનવર્ડની કામગીરી પૂર્ણ કરાવી દર્શાવેલ સ્થળે વાહનનું ઇન્સપેક્શન કરાવવાનું રહે છે, તેની નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts