fbpx
અમરેલી

ભાજપના રાજમાં ગુજરાતમાં ડ્રગ્સ વેચનારાં ૧% આરોપી જ ગુનેગાર સાબિત થયા : પરેશ ધાનાણી

ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી રહી છે, ગુજરાતમાં ડ્રગ્સ–નશીલા પદાર્થોના ગુનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, પણ ડ્રગ્સ વેચનારા માત્ર એક જ ટકા આરોપી ગુનેગાર સાબિત થયા છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં રૂા. ૪૦પ૮ કરોડનું ડ્રગ્સ પકડાયું છે, ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વકરી રહયું છે, રાજયમાં રોજગારી વિના યુવાઓ નશીલા પદાર્થોની લતે ચડયા છે. ગુજરાતની ભાજપ સરકાર દાવા કરે છે ગુજરાતમાં ક્રાઈમરેટ ઘટયો છે .

ગુજરાતમાં વર્ષ ર૦૧૮ માં ડ્રગ્સને લઈને ૧પ૦ ગુના નોંધાયા હતા જેમા ૪ આરોપીને સજા થઈ હતી, વર્ષ ર૦૧૯ માં ર૮૯ ગુના નોંધાયા જેમાં ૩ ને સજા કરવામાં આવી હતી, વર્ષ ર૦ર૦ માં ૩૦૮ ગુના નોધાયા હતા જેમા ૪ આરોપીને સજા કરાઈ હતી, આમ ગુના નોંધાવવાનો દર બમણો થયો છે પણ આરોપીઓને સજા કરવાના દરમાં ઘટાડો થયો છે, સજાનો દર ર.૬% થી ઘટીને ૧% થયો છે. આમ દેશમાં નાકોટિકસના ગુનામાં સજાનો દર ૭૭.૯% છે તેની સરખામણીમાં ગુજરાતમાં દર ઘણો ઓછો છે.

Follow Me:

Related Posts