સિનિયર સીટીઝન બહેનોની રમતોનું આયોજન હાથ ધરાયું
સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૮ મી માર્ચનાં દિવસે આંતર રાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિન ઉજવાનો હેતુ વિશ્વની તમામ મહિલાઓમાં નારી ઉત્કર્ષ માટે લોક અગૃતિ લાવવાનો અને શિક્ષણની સાથે સાથે તેમાં રમતો રસ તેમના સ્વાસ્થયમાં પણ સુધારો લાવી શકે તે હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ, G-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત સિનિયર સીટીઝન બહેનોની ચાર રમતો એથ્લેટિક, યોગાસન, ચેસ અને રસ્સાખેંચની રમતોનું આયોજન તા.૧૭/૦૩/૨૦૩ ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, સિદસર રોડ, ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વી.એમ.કાળેલા (પ્રમુખશ્રી વ્યાયામ સંઘ ભાવનગર ગ્રામ્ય), શ્રી ભાવેશભાઇ ભટ્ટ (મહામંત્રી વ્યાયમ સંઘ ભાવનગર), શ્રીમતી નિતાબેન પટેલ (મંત્રીશ્રી વ્યાયામ સંઘ ભાવનગર) ઉપસ્થિત રહ્યાં હતાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શાબ્દિક પ્રોત્સાહિત કર્યા છે હતા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન મહિલા સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી એથ્લેટીક- ૫૫, યોગાસન- ૧૭, ચેસ -૦૬ અને રસ્સાખેચ -૩૬ એમ કુલ મળીને ૧૧૪ મહિલાઓએ ભાગ લીધેલ હતો. સ્પર્ધા દરમિયા લીંબુ પાણી, ફ્રૂટ જ્યુસ તથા સ્પર્ધા પૂર્ણ થયે નાસ્તાની વ્યવસ્થા પણ કચેરી દ્વારા કરવામાં આવી હતી.
આ સ્પર્ધામાં વિજેતા તમામ ખિલાડીઓને જિલ્લા રમત-વિકાસ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યાં હતાં તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને ફૂલનો બુકે આપી સન્માનીત કર્યા હતા. ત્યારબાદ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દિવ્યરાજસિંહ બાારિઆ દ્વારા વિજેતા થયેલ તથા ભાગ લેનાર તમામ મહિલા ખેલાડીઓને શાબ્દિક પ્રોત્સાહિત કર્યા હતાં તથા રાજ્યકક્ષાએ પણ ખૂબ સારૂ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ સાથે જિલ્લા કક્ષની આ સ્પર્ધાની પૂર્ણત કરવામાં આવી હતી.
Recent Comments