ધારી,ચલાલા,ખાુંભા એમ ત્રણ પોલીસ સ્ટેશનોમાું અલગ-અલગ ગુનામાં પકડાયેલ ગેરકાયદેસર ઇગ્લીંશ દારૂના જથ્થાનો નાશ
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓની સુચના મુજબ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજ – રોજ તા .૨૧ / ૦૩ / ૨૦૨૩ ના રોજ સાવરકુંડલા ડીવીઝનના ધારી , ચલાલા , ખાંભા એમ કુલ ત્રણ પોલીસ સ્ટેશનમાં ગેર કાયદેસર પકડાયેલ ઇગ્લીશ દારૂનો જથ્થો નામદાર કોર્ટ માંથી મંજુરી હુકમ મેળવી છતડીયા ગામની સીમમાં ખુલ્લી સરકારી પડતર જગ્યામાં પ્રાંત અધિકારીશ્રી ધારી જી.એમ.મહાવદીયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબ તથા ધારી મામલતદાર આર.જી.લુણાગરીયા સાહેબ તેમજ નશા બંધી આબકારી અમરેલી શ્રી જે.બી.કળસરીયા સાહેબ નાઓની હાજરી સમક્ષ ધારી , ચલાલા , ખાંભા એમ ત્રણેય પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ ગેરકાયદેસર ઇગ્લીંશ દારૂની બોટલો કુલ નંગ -૮૮૧૪ જેની કુલ કિ.રૂ .૨૫૬૫૪૩૫ / – ના મત્તાનો ઇગ્લીંશ દારૂના જથ્થાનો રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે .
Recent Comments