પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટીની ત્રણ સૌથી મોટી તાકાતનો ઉલ્લેખ કર્યો
આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ તૈયારીઓ તેજ કરી છે. ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર જીત માટે હુંકાર પણ ભરી રહી છે. જ્યારે વિપક્ષી દળો ભેગા મળીને ભાજપને પછાડવાનો પ્લાન રચી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી રણનીતિકાર અને જન સુરાજના અધ્યક્ષ પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરતા એવી વાત કરી નાખી કે જેનાથી વિપક્ષી એક્તાને મોટો ઝટકો લાગી શકે છે.
જાે કે આ સાથે જ તેમણે ભાજપને ટક્કર આપવા માટે વિપક્ષને એક ફોર્મ્યૂલા પણ જણાવ્યો છે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુમાં વિપક્ષી દળોની એક્તા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મ્ત્નઁ વિરુદ્ધ વિપક્ષની એક્તા પણ કામ કરશે નહીં કારણ કે તે અસ્થિર છે અને વૈચારિક રીતે અલગ છે. તેમણે કહ્યું કે વૈચારિક ગઠબંધન નહીં થાય ત્યાં સુધી ભાજપને હરાવી શકાશે નહીં. આ સાથે જ પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ની ત્રણ સૌથી મોટી તાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે તેને ભેદ્યા વગર વિપક્ષને જીત મળી શકશે નહીં. તેમણે કહ્યું કે વિપક્ષની એક્તા ફક્ત દેખાડો છે. ફક્ત નેતાઓ અને પાર્ટીઓને એક સાથે લાવીને ભાજપને પડકાર ફેંકી શકાશે નહીં. આ માટે ભાજપની તાકાતને સમજવી પડશે.
જે હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને કલ્યાણવાદ (લાભાર્થી) છે. ભાજપ વિરુદ્ધ જીતવા માટે આમાંથી ઓછામાં ઓછા ૨ પર કામ કરવું પડશે અને તેમને ભેદવા પડશે. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે વિપક્ષને ફોર્મ્યુલા પણ બતાવ્યો છે જેની મદદથી તેઓ ભાજપને ટક્કર આપી શકે છે. ભાજપી વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જાેઈએ. આ માટે ગાંધીવાદી, સમાજવાદી, આંબેડકરવાદી, ડાબેરી વિચારધારા જરૂરી છે. પરંતુ તેના પર આંખ મીચીને ભરોસો કરી શકાય નહીં. વૈચારિક સમાનતા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી તમે ભાજપને હરાવી શકાશે નહીં.
Recent Comments