સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામે તારીખ ૧૮ અને ૧૯ ના રોજ ગામમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકશાનીનો સર્વે કરી તત્કાળ વળતર ચૂકવવા બાબતે મોટા જીંજુડાના સરપંચ પંકજભાઈ ઉનાવાએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી. સાવરકુંડલા તાલુકાના મોટા જીંજુડા ગામમાં કરા સાથેનો કમોસમી વરસાદથી ખેડૂતોને ચણા, કપાસ તેમજ ઘઉં અને બાગાયતી પાક જેવા કે કેરી, ચીકુ જેવા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાની થવા પામેલ હોય. હાલ ખેડૂતોને રવિ પાકોની લણણીનો સમય હોવાથી ગામના ઘણા ખેડૂતોને કરા સાથેનો કમોસમી વરસાદ પડતાં પોતાના પાકોને નુકસાન થવા પામેલ છે.
ગત તોકતે વાવાઝોડામાં બાગાયતી પાકોમાં ઘણું નુકસાન થયેલ હતું તેમાંથી ખેડૂતો હજુ ઉભા થયા નથી તેવામાં સતત બે દિવસથી મોટા જીંજુડા ગામમાં કમોસમી વરસાદથી (માવઠાં) તેઓના ખેતરમાં ઊભા પાકો તેમજ બાગાયતી પાકોને ઘણું નુકસાન થયેલ છે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય અને જલ્દી સર્વે થાય અને વહેલીતકે યોગ્ય પેકેજની જાહેરાત કરવામાં આવે તથા વહેલી તકે સહાય ચૂકવવામાં આવે અને ખેડૂતો પર આવી પડેલ આફતને ધ્યાનમાં રાખીને ખેડૂતોના દુઃખમાં સહભાગી થઈને યોગ્ય સહાય આપવામાં આવે એવી લેખિત રજૂઆત મોટા જીંજુડાના સરપંચ પંકજભાઈ ઉનાવાએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરી છે.


















Recent Comments