ગુજરાત

વિશ્વવન દિવસે રક્ષા શુક્લ લિખિત પુસ્તક  ‘પારિજાત પેલેસ’નું વિમોચન થયું

ગુજરાત રાજ્યની ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત વિશ્વવન દિવસે તળાજાના વતની અને જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ લિખિત નિબંધસંગ્રહ ‘પારિજાત પેલેસ’નું વિમોચન મેડિકલ હોલ અમદાવાદ ખાતે થયું હતું. વિખ્યાત વક્તા કૃષ્ણકાંત ઉનડકટ વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે ‘જે માણસે વનમાં વિહાર નથી કર્યો એને પ્રકૃતિનો પરિચય થશે જ નહીં’ સુપ્રસિદ્ધ લેખિકા કાજલ ઓઝા-વૈદ્યએ કહ્યું કે ‘અંદર અને બહારની પ્રકૃતિ એક થાય તો જ સમૃદ્ધિના સરનામે નિવાસ કરી શકીએ.’

જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહાએ ‘પારિજાત પેલેસ’ પુસ્તકનું વિમોચન કરતા જણાવ્યું કે ‘રક્ષા શુક્લની પ્રકૃતિમાં પ્રકૃતિ છે, તેઓ પ્રકૃતિ જેટલાં જ સહજ અને સરળ છે. જંગલમાં રહીને આ અદભુત પુસ્તક લખ્યું છે.’ જાણીતા શિક્ષણવિદ ડૉ. જયેન્દ્રસિંહ જાદવએ વન-ઉપવનની સફરના વિવિધ આયામ ખોલી આપ્યા હતા. રક્ષા શુક્લએ પ્રકૃતિનાં પ્રાંગણમાં કરેલા પોતાના પારાવાર પ્રેમાલાપને આલેખ્યો હતો. ગાયિકા ડૉ. કૃતિ મેઘનાથીએ પ્રકૃતિગાન રજૂ કર્યું હતું. ડૉ. નિસર્ગ આહીરે સુચારુ સંચાલન અને કવિ હરદ્વાર ગોસ્વામીએ સંકલન કર્યું હતું.

Related Posts