fbpx
અમરેલી

અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જીલ્લા ની ૮૦ શાળા માં દીપશાળા પ્રોજેકટ શરૂ કરશે

અમરેલી અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ભરતભાઈ દેસાઈ (સમવિદ વેન્ચર) ના સહયોગથી અમરેલી જીલ્લાના અમરેલી, લાઠી, લીલીયા, સાવરકુંડલા, બગસરા,કુકાવાવ મળીને છ તાલુકામાં કુલ 80 શાળામાં દીપશાળા પ્રોજેક્ટ આવનારા 4 વર્ષ માટે શરુ કરવામાં આવ્યો છે. શાળા લેવલે સ્ટેમ અને મેથ્સની લેબ આપવામાં આવી છે.તેમજ શાળા કક્ષાએ ઓનસાઈટ તાલીમ આપવામાં આવે છે,તે સંદર્ભે અમરેલી મુકામે તા:૦૨/૦૩/૨૦૨૩ વિજ્ઞાન શિક્ષકો તેમજ તા:૦૩/૦૩/૨૦૨૩ ના સામાજિક વિજ્ઞાન શિક્ષકોની ટેકનો પેડાલોજી અને સ્ટેમ્પ શિક્ષણ તેમજ આઈ.આઈ.ટી મુંબઈ દ્વારા આઈ.સી.ટી.નો શિક્ષણમાં ઉપયોગ વગેરે ઉપર તાલીમ આપવામાં આવેલ હતી.

આ તાલીમમાં અમરેલી જિલ્લા પ્રાથમિક શીક્ષણાધિકારી શ્રી મિયાણી સાહેબ નાયબ જિલ્લા પ્રાથમિક શીક્ષણાધિકારી શ્રી સોલંકી સાહેબ ડાયેટ પ્રાચાર્ય શ્રી દક્ષાબેન પાઠક ડાયેટ પ્રોફેશર શ્રી નીલેશ ચાંપાનેરી સાહેબ ડાયેટ પ્રોફેશર શ્રી ભરતભાઈ ડેર સાહેબ તેમજ ટી.પી.ઓ શ્રી બી.આર.સી શ્રી સી.આર.સી.શ્રી તેમજ સંસ્થા તરફથી શંકર દયાલ શર્મા (પ્રોજેક્ટ ડાયરેકટર દીપશાળા ) હાર્દિક સોનછાત્રા (પ્રોજેક્ટ મેનેજર દીપશાળા ) હેમંતપાલીવાલ (સ્ટેમ માસ્ટર ટ્રેનર દીપશાળા ) ની ઉપસ્થિતિ માં દાદાભગવાન મંદિરે પૂર્ણ કરવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts