તા.૨૬ માર્ચે અમરેલી ખાતે ‘હર ઘર ધ્યાન’ કાર્યક્રમ યોજાશે

ભારત સરકારના આયુષ મંત્રાલય અને આર્ટ ઓફ લીવીંગ ઉપરાંત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં ‘હર ઘર ધ્યાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સમગ્ર રાજ્યની સાથે ઓપન એર થિયેટર, ગાંધીબાગ, અમરેલી ખાતે પણ આ કાર્યક્રમ તા. ૨૬ માર્ચ, ૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૬ વાગ્યે યોજાશે. કાર્યક્રમ વિષયક વધુ વિગતો અને માહિતી માટે શ્રી સુભાષભાઈ પારેખ (આર્ટ ઓફ લીવીંગ, શિક્ષકશ્રી) મો. ૯૮૨૫૭ ૪૬૭૬૭ અને શ્રી જયદિપભાઈ ચૌહાણ રાજ્ય યોગ બોર્ડ- અમરેલી જિલ્લા કો-ઓર્ડિનેટરનો મો. ૯૭૨૩૫૫૬૬૭૯ પર સંપર્ક કરવો. વધુમાં વધુ લોકોને આ કાર્યક્રમમાં જોડાવા માટે અમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.
Recent Comments